તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:લોકઅપમાંથી ભાગેલો આરોપી 1 મહિને ગોવાથી ઝડપાયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પાણીગેટ પોલીસ સ્ટેશનની બાથરૂમની સિમેન્ટની જાળી તોડીને ફરાર થઇ ગયો હતો

વાઘોડિયા રોડ પર રહેતી મહિલાના હાથમાંથી બંગડીઓ કાઢી લેનાર અને પાણીગેટ પોલીસ મથકમાંથી બાથરૂમની સિમેન્ટની જાળી તોડી ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગોવા ખાતેથી ઝડપી પાડ્યો હતો. ગત મહિનાની 7મી તારીખે વાઘોડિયા રોડ પર રહેતી મહિલાએ બંગડીઓ ધોવડાવવાની ના પાડતાં બાઈક પર આવેલા બે શખ્સો તેમના હાથમાંથી બંગડી કાઢી લઈ ફરાર થયા હતા. પોલીસે 3 આરોપી પૈકી મૂળ બિહારના અને હાલમાં નડિયાદમાં રહેતા દુર્ગેશ ક્રિષ્ણપ્રસાદ ગુપ્તાને ઝડપી પાડ્યો હતો.

દરમિયાન સાંજના સમયે દુર્ગેશ ગુપ્તા પાણીગેટ પોલીસ મથકના બાથરૂમની સિમેન્ટની જાળી તોડી ફરાર થયો હતો. આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ- ટેક્નિકલ સોર્સથી ગોવા પહોંચી દુર્ગેશ કુમાર ગુપ્તાને ઝડપી લીધો હતો. આરોપી દુર્ગેશ ગુપ્તા વિરુદ્ધ પાણીગેટ પોલીસ મથકમાં બે તેમજ ડભોઇ પોલીસ મથકમાં અને અમદાવાદના દાણીલીમડા અને ઇસનપુર પોલીસ મથકમાં પણ ઠગાઈના ગુના નોંધાયા છે.

દુર્ગેશ ગુપ્તા કાયમ ફ્લાઇટમાં અવર-જવર કરતો હતો
મૂળ બિહારના દુર્ગેશ છેલ્લાં 9 વર્ષથી તે આ પ્રકારના ગુના આચરી રહ્યો છે. તેની પૂછપરછમાં તે મોટાભાગે બિહારથી ગુજરાત આવવા ,ગોવા જવા માટે ફ્લાઇટમાં પ્રવાસ કરતો હોવાની કબૂલાત કરી હતી. દુર્ગેશ રાજ્યના અમદાવાદ, વડોદરા, ભરૂચ ,મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે ઝડપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...