ધરપકડ:પોલીસ પરના હુમલામાં સામેલ આરોપી પકડાયો

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાવપુરામાં 2 સિકલીગરોએ હુમલો કર્યો હતો

રાવપુરા વિસ્તારમાં સ્થાનિક રહીશો અને પોલીસ પર હુમલો કરીને ફરાર થઈ જનારો સીકલીગર ગેંગનો ફરાર આરોપી ત્રીલોકસીંગ સીકલીગર ઝડપાઈ ગયો છે. રાવપુરાના 5 અને 1 ગુનો વાડી પોલીસનો આરોપીએ કબૂલ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે, આરોપી ત્રીલોક સીકલીગર (રહે-ભાંડવાડા) ચોરીની બાઈક સાથે એસએસજી હોસ્પિટલ ખાતે પહોચ્યો છે. બાતમી મળતાં જ પોલીસે આરોપીને દબોચી લીધો હતો. આરોપી સામે અગાઉ મહેસાણા અને વડોદરાના વાડી,સીટી અને સમા વિસ્તારમાં કુલ 5 ગુના નોંધાયેલા છે.

ગત મંગળવારના રોજ વહેલી સવારે સીકલીગર ગેંગના બે આરોપીઓ બંધ મકાનનું તાળુ તોડતા હતા તે દરમિયાન સ્થાનિક બે રહેવાસીઓ અને રાવપુરા પોલીસે સિકલીગર ગેંગના આરોપીને ઝડપી લીધો હતો. પોલીસ સાથેની ઝપાઝપીમાં આરોપી ત્રીલોકસીંગ ફરાર થઈ ગયો હતો. આરોપી જોગીંદર સીકલીગરે પોપટ પાનાથી હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...