તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:માર્કશીટકાંડનો આરોપી વિરલ મુંબઇ એરપોર્ટ પરથી ઝડપાયો

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
બોગસ માર્કશીટો - Divya Bhaskar
બોગસ માર્કશીટો
 • વિદેશ ભાગે તે પહેલાં લુકઆઉટ નોટિસ નીકળતાં અટવાયો
 • 2018ના બોગસ માર્કશીટ કૌભાંડમાં પણ તે ઝડપાયો હતો

બે વર્ષ અગાઉ ક્રાઇમ બ્રાન્ચે બોગસ માર્કશિટ કૌભાંડમાં વિરલ જયસ્વાલની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ તાજેતરમાં ઝડપાયેલા બોગસ માર્કશીટ કાૈભાંડમાં પણ તેની સંડોવણી સપાટી પર આવતાં પોલીસે વિરલની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાનમાં વિદેશ ભાગવાની ફીરાકમાં મુંબઇ એરપોર્ટ પહોંચેલા વિરલ જયસ્વાલની એરપોર્ટ પર અટકાયત કર્યા બાદ વડોદરા પોલીસે તેનો કબજો મેળવ્યો છે.

વર્ષ 2018ના બોગસ માર્કશીટ કાૈભાંડમાં ઝડપાયા બાદ જેલમાંથી બહાર આવેલો વિરલ જયસ્વાલ વિદેશ ભાગવાની ફીરાકમાં હતો તો બીજી તરફ પીસીબી પોલીસે તાજેતરમાં ઝડપી પાડેલા બોગસ માર્કશિટ કાૈભાંડમાં પણ વિરલ જયસ્વાલનું નામ સપાટી પર આવતાં પોલીસે તેની ખોજ કરી હતી. વિરલ જયસ્વાલ વિદેશ ભાગવાની ફીરાકમાં મુંબઇ એરપોર્ટ પર પહોંચ્યો હતો, પરંતુ તેની સામે લુકઆઉટ નોટીસ નિકળેલી હોવાથી મુંબઇ પોલીસે તેની એરપોર્ટ પર અટકાયત કરતાં ફતેગંજ પોલીસે વિરલનો કબજો મેળવ્યો હતો.

માર્કશીટકાંડમાં પરેરાના આગોતરા નામંજૂર
બોગસ માર્કશિટકાંડમાં નોયલ ઉર્ફે નોવેલ પરેરાએ આગોતરા જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી. પીસીબી પોલીસે સટોડિયાના મોબાઇલ ફોનમાં મળેલા બોગસ માર્કશીટના આધારે તપાસ કરતાં બોગસ માર્કશીટનું આંતરરાજય કૌંભાડ બહાર આવ્યું હતું. પોલીસે તે સમયે તપાસ કરીને 2 યુનિ અને 2 બોર્ડ ની બોગસ માર્કશીટ વેચી રહેલા જીગર ગોગારા અને ધુલિયાના દિલીપ મોહિતેને ઝડપી લીધા હતા. આ ચકચારી બનાવમાં સંડોવાયેલા નોયલ ઉર્ફે નોવેલ પરેરાએ પોલીસ ધરપકડ ટાળવા માટે અત્રેની અદાલતમાં આગોતરા જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો