તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોપી ફરાર:પાણીગેટ પોલીસ સ્ટેશનના ટોયલેટની બારીની ઇંટો કાઢી આરોપી ભાગી ગયો

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી
  • લઘુશંકાના બહાને ટોયલેટ ગયા બાદ પોલીસને ચકમો આપ્યો
  • દાગીના ધોઈ આપવાના બહાને ઠગાઈ કરતો હતો

પાણીગેટ પોલીસ સ્ટેશનમાં લઘુશંકાના બહાને ટોયલેટમાં ગયેલો આરોપી મંગળવારે સાંજે 5 વાગે ટોયલેટની બારીની ઇંટો કાઢી ફરાર થયો હતો. દાગીના ધોઇ આપવાના બહાને લોકો સાથે ઠગાઇ કરતી ત્રિપુટી પૈકી એક આરોપીને પોલીસે પકડ્યાે હતો.

વાઘોડિયા રોડ પર દાગીના ધોવાને બહાને મહિલાની બંગડીઓ ઉતારી ત્રિપુટી ફરાર થઈ હતી. જેમાં પાણીગેટ પોલીસે મૂળ બિહારના દુર્ગેશકુમાર કિશનપ્રસાદ ગુપ્તાને 7 જુલાઇએ ઝડપી લીધો હતો. તેનો કોરોના પોઝિટિવ આવતાં સારવાર માટે દાખલ કર્યો હતો.તે પછી તેનો કોરોના નેગેટિવ આવતાં મંગળવારે ધરપકડ સહિતની કાર્યવાહી કરી લોકઅપમાં રખાયો હતો. સાંજે 5 વાગે દુર્ગેશે લઘુશંકાનું બહાનું કાઢતાં તેને ટોયલેટમાં લઇ ગયા હતા. જ્યાં બારીની સિમેન્ટની ઇંટો કાઢી તે ફરાર થયો હતો.

આરોપી ફરાર થયા બાદ પોલીસે સીસીટીવી ચેક કરતાં તે પોલીસ સ્ટેશનની સામેથી રિક્ષામાં બેસતો જોવા મળતાં પોલીસે રિક્ષાના નંબરના આધારે રિક્ષા ચાલકને શોધી કાઢ્યો હતો. તેની પૂછપરછમાં આરોપીને બસ ડેપોમાં ઉતાર્યો હોવાનું અને અમદાવાદની બસમાં બેઠો હોવાનું જણાવ્યું હતું. પોલીસે બસના નંબરના આધારે અમદાવાદ પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...