શિક્ષણ:8 જૂનથી આઇટીઆઇનું શૈક્ષણિક કાર્ય શરૂ કરાશે, 10 જુલાઇ, 2021 સુધીમાં સત્ર પૂરું કરવાનું રહેશે

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લર્નિંગ લાઇસન્સ કાઢવા માટે નિર્ણય લેવાયો નથી

કેન્દ્ર સરકાર દ્વારા આગામી ૮ જૂનથી આઈ.ટી.આઈ ખાતે શૈક્ષણિક  કાર્ય ફરી શરૂ કરવા પરિપત્ર કરાયો છે પરંતુ આઈ.ટી.આઈ માં નીકળતા લર્નિંગ લાઇસન્સ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા લોક ડાઉન ને પગલે આર.ટી.ઓ.માં પાકા લાયસન્સ અને આઈ.ટી.આઈ માં લર્નિંગ લાઇસન્સ ની કામગીરી બંધ છે, ત્યારે 16 વરસની ઉંમરે પહોંચેલા યુવાનો અને જેમના લર્નિંગ લાઇસન્સ પૂરા થઈ ગયા છે તેવા લોકો સરકાર દ્વારા શું નિર્ણય લેવાય છે. તેની મીટ માંડીને બેઠા છે.
જિલ્લાની ૧૩ આઈટીઆઈમાં દસ હજાર વિદ્યાર્થીઓ ટ્રેનિંગ લે છે
રાજ્ય સરકાર દ્વારા આઈટીઆઈમાં લર્નિંગ લાઇસન્સ કાઢવા માટે શરૂ કરાયેલ પ્રક્રિયા આગામી કઈ તારીખથી શરૂ થશે તે ખબર નથી પરંતુ અગાઉ ૧૫૦થી ૨૦૦ લર્નિંગ લાઇસન્સ રોજ વડોદરા આરટીઓમાં નીકળતા હત. જે હવે બેકલોગ તરીકે 12000 પર આંકડો પહોંચ્યો હશે .આવી જ રીતે પાકા લાઇસન્સ માટે પણ રોજ 300 ટુ વ્હીલર અને 150 ફોરવીલર ના ટેસ્ટ લેવાતા હતા. જે તમામ બેકલોગ સરકાર માટે કપરું કામ બનશે. તરસાલી આઇટીઆઇના પ્રિન્સિપાલ નેહા શાહે જણાવ્યું હતું કે  અમે રાજ્ય સરકારની ગાઈડ લાઈન ની રાહ જોઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા પરિપત્ર મુજબ ચાલુ શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં આવે તો વડોદરા જિલ્લાની ૧૩ આઈટીઆઈમાં દસ હજાર વિદ્યાર્થીઓ ટ્રેનિંગ લે છે તરસાલી આઈ.ટી.આઈ માં જ ત્રણ હજાર વિદ્યાર્થીઓ ટ્રેનિંગ લઈ રહ્યા છે જેઓની છેલ્લી પરીક્ષા બાકી છે.

અન્ય સમાચારો પણ છે...