તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • The 93 year old Grandmother Breathed A Sigh Of Relief In Just 6 Days Due To Her Strong Desire To Return To Her Family And Strong Morale.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:પરિવાર પાસે પરત જવાની પ્રબળ ઈચ્છા અને દ્રઢ મનોબળના પગલે 93 વર્ષના દાદીએ 6 દિવસમાં જ કોરોનાને હંફાવ્યો

વડોદરા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
નર્મદાબેન - Divya Bhaskar
નર્મદાબેન
 • શિનોરના નાના કરાડાના નર્મદાબેનને પહેલા 6 દિવસ હોમ આઇસોલેટ કરાયા હતા
 • પરિવારથી કોઈ દિવસ વિખૂટા પડ્યા ન હતા તેમજ હોસ્પિટલના પગથિયા પણ ક્યારેય ચઢ્યા ન હતા

શિનોર તાલુકાના નાના કરાડા ગામના 93 વર્ષના નર્મદાબેન પટેલે હોસ્પિટલમાં 6 દિવસની સારવાર લઈ કોરોનાને હરાવ્યો છે. શરીરમાં કોઈ પણ જાતની બિમારી નહી અને પરિવારને મળવાની પ્રબળ ઈચ્છાના કારણે નર્મદાબેન કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં હતાં.

નર્મદાબેનના પૌત્રવધુ જલ્પાબેન પટેલે જણાવ્યું કે, તેમને 12 દિવસ પહેલા કોરોના થયો હતો. પહેલા 6 દિવસ હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં હતાં.ત્યાર બાદ બીજા 6 દિવસ તેમને મોટા ફોફળીયાના કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. પરિવારથી કોઈ દિવસ વિખુટા નહી પડેલા અને હોસ્પિટલના પગથીયા કોઈ દિવસ ન ચઢેલા નર્મદાબેનને કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવતા તેમને પોતાનો પરિવાર યાદ આવતો હતો.

અને જલદીથી સાજા થઈને પરિવાર પાસે પાછા જવાનું મનોમન નક્કી કરી લીધું હતું. આખરે કોવિડ કેર સેન્ટરમાં 6 દિવસની સારવાર બાદ નર્મદાબેન સાજા થઈને પોતાના પરિવાર પાસે પહોચ્યાં હતાં. પરિવારે પણ પોતાના વડીલનું ઘરમાં સ્વાગત કર્યું હતું. જલ્પાબેને વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાથી ડરવાની કે ભય રાખવાની જરૂર નથી. દર્દીને સમયસર સારવાર મળે તો ચોક્કસ આ રોગમાંથી મુક્તિ મેળવી શકાય, જેનું ઉદાહરણ અમારા 93વર્ષના દાદીમા છે.

મોટા ફોફળીયા સ્થિત શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શિનોરના સહયોગથી ટ્રસ્ટના હોસ્ટેલ બિલ્ડિંગમાં 100 બેડનું કોવિડ આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું છે. જેની ક્ષમતા 200 બેડ સુધી વધારી શકાય તેમ છે. આ કેર સેન્ટરમાં શરૂઆતમાં 105 દર્દીઓ દાખલ થયા હતા.જે પૈકી 32 દર્દીઓ સાજા થતા ઘરે પરત ફર્યા છે. 11 દર્દીઓને વધુ સારવાર માટે અન્ય દવાખાનામાં રિફર કરવામાં આવ્યા છે. હાલમાં 62 દર્દીઓ કોરોનાની સારવાર મેળવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો