તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મજબૂત આત્મવિશ્વાસ:વડોદરામાં 82 વર્ષની ઉંમરે સતત 40 દિવસ ઓક્સિજન પર રહ્યા બાદ વૃદ્ધે કોરોનાને હરાવ્યો

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનાને મ્હાત આપનાર ભક્ત પ્રતાપ ભગવાનદાસ ઠક્કર. - Divya Bhaskar
કોરોનાને મ્હાત આપનાર ભક્ત પ્રતાપ ભગવાનદાસ ઠક્કર.
  • હોસ્પિટલમાંથી ઘરે લવાયા બાદ અછત વચ્ચે ઓછો ઓક્સિજન અપાતો હતો

82 વર્ષની ઉંમરે 40 દિવસ સુધી ઓક્સિજન પર રહીને કોરોનાને હરાવ્યો છે. વૃદ્ધે હોસ્પિટલનું ખાવાનું છોડી દેતાં પરિવારજનોએ તેમને ઘરે લઈ જઈને ઓક્સિજન પર રાખ્યા હતા. ઓક્સિજનની અછત વચ્ચે જરૂરિયાત કરતાં ઓછો ઓક્સિજન આપવો પડતો હતો. આજવા રોડની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત જીવન ગુજારતા ભક્ત પ્રતાપ ભગવાનદાસ ઠક્કર 82 વરસની ઉંમરે કોરોનાનો ચેપ લાગ્યો હતો. શરૂઆતના ચાર-પાંચ દિવસ ઘરમાં હોમ ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હતા.​​​​​​​

ઘરે જમવાની જિદ્દ કરી હતી
​​​​​​​તેમના પુત્ર સંદિપ ઠક્કરે જણાવ્યું હતું કે, 26 માર્ચના રોજ તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો. પાંચ દિવસ પછી ઓક્સિજનનું લેવલ 88 પર પહોંચી ગયું હતું. જેથી તેમને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે ત્યાં તેમની પરિસ્થિતિ કેવી છે તેનો યોગ્ય જવાબ ન મળતાં એક દિવસ બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને 10 થી 14 મીટર ઓક્સિજનની જરૂરિયાત રહેતી હતી. ત્યારબાદ ઓક્સિજનની જરૂરિયાત ઘટી ગઈ હતી. જોકે તેમણે ખાવા-પીવાનું છોડી દેતાં પરિવારજનો ચિંતિત થઇ ગયા હતા. ​​​​​​​તેઓ માત્ર એક જ વાત કહેતા હતા ઘરે જઈને જમીશ.

ઓક્સિજન લેવલ આવી જતા હાશકારો થયો
આખરે ડોક્ટરની પરવાનગી મળતાં અમે તેમને ઘરે લઈ આવ્યા હતા અને ઓક્સિજનના બોટલ વડે ઘરમાં ઑક્સિજન આપવામાં આવતો હતો. ઓક્સિજનની ભારે તંગી વચ્ચે ઓક્સિજન વ્યવસ્થા કરવામાં ભારે મુશ્કેલી પડતી હતી.​​​​​​​ ત્રણથી ચાર લિટરની જરૂરિયાત સામે અઢી લિટર ઓક્સિજન આપીને તેમનો ઓક્સિજન મેન્ટેન કરવાનો પ્રયાસ કરતા હતા. ડોક્ટરે આપેલી દવાઓ સહિત જ્યૂસ, લીંબુ પાણી, કાઢો, હળદરવાળું દૂધ સહિતના આયુર્વેદિક ઉપચારો પણ ચાલુ રાખ્યા હતા. સતત 40 દિવસ પછી તેમનું ઓક્સિજન લેવલ 92થી 95 વચ્ચે પહોંચી ગયું છે. તેમના પોતાના આત્મવિશ્વાસના કારણે તેઓ કોરોનાને હરાવી શક્યા છે.

અન્ય સમાચારો પણ છે...