તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:પુત્રની સારવાર માટે USમાં નોકરી કરી બચાવેલા 800 ડોલર ચોરાયા

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અટલાદરાના અાધેડને શટલ રિક્ષાની મુસાફરી મોંઘી પડી
  • રિક્ષામાં ત્રિપુટીએ ધક્કા મુક્કી કરી ડોલર સેરવી લીધા

અમેરિકામાં નોકરી કરી કમાણીના 800 ડોલર વડોદરા આવી એક્સચેન્જ કરાવવા નીકળેલા અાધેડ અટલાદરાથી રિક્ષામાં બેસતા રિક્ષામાં સવાર ત્રિપુટીઅે ધક્કા મુક્કી કરી ખિસ્સામાંથી 800 ડોલર કાઢી લીધા હતા. બાદમાં રસ્તામાં ઉતારી ભાગી ગયા હતા. માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ છે. અટલાદરા-બિલ રોડ પર અવધ ઉપવન ખાતે રહેતા 59 વર્ષીય રજનીકાંત કનુભાઈ પંચાલ અમેરિકામાં રહેતી દીકરીને મળવા ગયા હતા. જ્યાંથી 31 ઓક્ટોબરે પરત આવ્યા હતા. અમેરિકામાં વૃદ્ધે નોકરી કરી બચાવેલા 800 ડોલર લાવ્યા હતા.

આ ડોલરને ઇન્ડિયન કરન્સીમાં એક્સચેન્જ કરાવવા તેઅો 26 નવેમ્બરે સવારે અટલાદરા નારાયણવાડી પાસેથી રિક્ષામાં બેઠા હતાં. રિક્ષામાં પાછળ બેઠેલા ત્રણેય વ્યક્તિએ અાધેડ સાથે ધક્કા મુક્કી કરી હતી. દરમિયાન અટલાદરા પ્રેમવતી રેસ્ટોરન્ટ પાસે રિક્ષા ચાલકે અાધેડને નીચે ઉતારી મૂક્યા હતા. જેથી શંકા જતા ખિસ્સામાં તપાસ કરતાં 800 ડોલર ગાયબ હતા.

7 વર્ષથી બીમાર પુત્ર કામ કરી શકતો નથી
મારો દીકરો વાસુદેવ (ઉ.વ.28) ગ્રેજ્યુએટ થયેલો છે. તે 7 વર્ષથી બીમાર રહે છે. જેથી તે કંઈ કામકાજ કરી શકતો નથી. ઘણી દવા-દુવા કરી કાંઈ અસર થતી નથી. હાલ હું તેને સારંગપુર દાદાના ધામમાં મૂકી આવ્યો છું. બીજી તરફ હું શિયાળા સિવાય અમેરિકા ખાતે જાઉં છું અને ત્યાં નોકરી કરી રૂપિયા કમાઈ 2-3 મહિના માટે પાછો આવું છું. આ રૂપિયાથી મારા દીકરાની સારવાર થાય છે. યુએસમાં કમાયેલા 800 ડોલર એક્સચેન્જ કરાવવા રાવપુરા જવા નીકળ્યો હતો. - રજનીકાંત પંચાલ, ફરિયાદી

અન્ય સમાચારો પણ છે...