તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે કોને ફરિયાદ કરવી?:70 દિવસના લોકડાઉનને 30 દિવસનું ગણી 9 હજાર કર્મચારીનો પગાર રેલવે કાપી લેશે

વડોદરાએક મહિનો પહેલાલેખક: વીરેન્દ્રસિંહ વર્મા
 • કૉપી લિંક
 • ખાનગી કંપની પગાર કાપે તો સરકારને ફરિયાદ કરાય, અહીં કોને કરવી?
 • વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન કહે છે કે અમે આંદોલન કરીશું

વીરેન્દ્રસિંહ વર્મા | | કોરોનાની મહામારીના કારણે ગયા વરસે 23મી માર્ચથી આખા દેશમાં લોકડાઉન જાહેર થયું ત્યારે રેલવે ટ્રેનો પણ બંધ કરી દેવાઈ હતી ત્યારબાદ 1લી જૂન 2020 થી ટ્રેનો ફરી ચાલુ કરી દેવાઈ હતી. આ પીરીયડ 70 દિવસનો હતો છતાં રેલવેએ લોકડાઉનને 70 ગણવાને બદલે 30 માનવાનું ફરમાન કરતાં રેલકર્મીમાં રોષ છે. એઆઈઆરએફના સહાયક મહામંત્રી અને એમ્પલોઇયઝ યુનિયનના મહામંત્રી મુકેશ માથુરે જણાવ્યું હતું કે ‘કોરોનાને કારણે કોરોના ગ્રસ્ત કર્મીને રાજય સરકાર દ્વારા સ્પેશીયલ પેકેજ અથવા વિશેષ સુવીધા આપવામાં આવી હતી જયારે રેલવે તંત્ર દ્વારા પગાર અને રજા કાપવમાં આવે છે.જે રેલ કર્મી પાસે રજા ના હોય તેનો પગાર કાપવામાં આવી રહ્યો છે.

વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના ડિવીઝનલ સેક્રેટરી સંતોષ પવારે જણાવ્યું હતું કે ‘23મી માર્ચ પછી 1લી જૂન સુધી 70 દિવસ રેલવે ટ્રેનો બંધ હતી ઓફિસા બંધ હતી તેવા સંજોગોમાં રેલવે કર્મી કયાં નોકરીએ જાય? આ બાબતે રેલવે તંત્રે થોડોક વિચાર કરવો જોઈએ અને લોકડાઉનને 30 દિવસનો ગણવાને બદલે 70 દિવસનો ગણવો જોઈએ. અત્યારે રેલવેએ એક જ સુચના આપી છે કે 30 દિવસની રજા ગણવી બાકીના દિવસોનું શું કરવું તે અંગે કોઇ ચોખવટ કરી નથી એટલે કર્મીઓમાં પગાર કપાઈ જવાનો ડર છે.

એક ગણતરી મુજબ વડોદરા રેલવે ડિવિઝનના 9000 કર્મીના 20 કરોડ રૂપીયા કપાશે. ટોચના નેતાઓની સુચના બાદ રેલવે તંત્રના આ નિર્ણય સામે ધરણાં પ્રદર્શન કરવું કે આંદોલન કરવું તે નક્કી કરાશે. અત્રે ઉલેખનીય છે કે અગાઉ રેલવે દ્વારા ટ્રેકમેનને અપાયેલા બુટ અંગે પણ વિવાદ ઉભો થયો હતો.રેલવે દ્વારા અપાયેલા બુટ એક દિવસમાં ફાટી ગયા હોવાનું કેટલાક ટ્રેકેમેન જણાવ્યું હત.બુટ અંગે પણ યુનીયન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પણ રેલવે દ્વારા આ અંગે હજુ સુધી કોઈ પગલાં ભરાયા નથી.

આ બાબતે પણ ઉચ્ચકક્ષાએ રજૂઆત થવી જોઇએ એમ એક રેલ કર્મીએ જણાવ્યું હતું વેસ્ટર્ન રેલવેના ચીફ પીઆરઓ સુમીત ઠાકુરે જણાવ્યું હતું કે ‘ હજૂ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી પણ રેલવે તંત્રના નિર્દેશ મુજબ આગામી નિર્ણય લેવામાં આવશે.તમામ પાસાંનો વિચાર કરાશે.

રજા નથી બચી તેવા કર્મીનો પગાર કપાશે
વડોદરા રેલવે ડિવિઝનમાં 12000 જેટલા રેલ કર્મીઓ કામ કરે છે,રેલવે તંત્ર દ્વારા અપાયેલી સુચના મુજબ 10 હજાર જેટલા કર્મીઓને અસર કરશે જેના પગલે રેલ કર્મીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. રેલવેમાં કેટલાક રેલ કર્મીઓ એવા છે જેમની પાસે રજા નથી તેમની હાલત સૌથી વધુ કફોડી થવાની છે.કારણ કે જે રેલ કર્મી પાસે રજા બચી નહી હોય તેમનો પગાર કપાઈ જવાની દહેશત છે .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો