તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:50 વર્ષ જૂની ફાયરબ્રિગેડની બિલ્ડિંગ જમીનદોસ્ત કરાશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ બિલ્ડિંગને નિર્ભય તો જાહેર કરી દીધી છે
  • બિલ્ડિંગ તોડવા માટે પાલિકાને 2 ઓફર મળી

દાંડિયા બજાર ચાર રસ્તા પાસે જૂની શિક્ષણ સમિતિની બિલ્ડીંગ તરીકે ઓળખાતી ફાયરબ્રિગેડ વિભાગ હસ્તકની બિલ્ડિંગને હવે તોડી પાડવામાં આવશે અને તેના માટે ઓફર મગાવાઈ છે. દાંડિયાબજાર ચાર રસ્તા પાસે ફાયરબ્રિગેડ વિભાગની વડી કચેરી હતી પરંતુ તેને 4 વર્ષ અગાઉ તોડી નંખાઈ હતી. આ બિલ્ડિંગની સામે જૂની શિક્ષણ સમિતિની બિલ્ડીંગ તરીકે ઓળખાતી 3 માળની બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગ 50 કરતાં પણ વધુ જૂની છે. બિલ્ડીંગ તોડી પાડવા માટે પાલિકાએ અંદાજ તૈયાર કર્યો હતો અને તેમાં રૂા. દસ લાખ ખર્ચો થશે તેવો અંદાજ મૂક્યો હતો.

જોકે આવો ખર્ચો કરવાની જરૂર નથી તેવું તારણ નીકળતા પાલિકાએ તેની કામગીરી પર બ્રેક મારી બિલ્ડિંગ પડ્યા બાદ તેનો ખર્ચો પાલિકા પર ન આવે તે રીતે કવાયત કરાતાં પાલિકાને બે ઓફર મળી છે.જેમાં એક ઇજારદારે તોડફોડ માટે ૬૫ હજાર રૂપિયાના ખર્ચા ની ઓફર આપી છે તો બીજા ઇજારદારે જે કાટમાળ નીકળે તે પોતે લઈ જશે અને પાલિકાએ કોઈ ચૂકવણી કરવાની નથી તેવી ઓફર આપી છે.ઉત્તર ઝોન ના કાર્યપાલક ઇજનેર ધાર્મિક દવે જણાવ્યું હતું કે આ બિલ્ડિંગ જૂની થઈ ગઈ છે તેને નિર્ભય પણ જાહેર કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...