આયોજન:આજથી 4 દિવસીય ઓનલાઇન સ્ટાર્ટઅપ સમિટનો પ્રારંભ થશે

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટાઇ વડોદરા દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત આયોજન
  • સમિટમાં 18 વક્તા અને125 સ્ટાર્ટઅપ ભાગ લેશે

વિશ્વમાં 62 ચેપ્ટર ધરાવતા ટાઈ દ્વારા સહભાગી સ્ટાર્ટ અપને વૈશ્વિક સ્તરે કામ કરવાનું તેમજ ઇક્વિટી અને માર્કેટિંગ માટે લોકોને પ્રોત્સાહિત કરવાની અને સપોર્ટ કરવાની કામગીરી કરવામાં આવે છે. ગુજરાતમાં શરૂ થનાર વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત આ વર્ષે ટાઈ વડોદરા ચેપ્ટર દ્વારા 5 તારીખ ને બુધવાર થી 8 તારીખ સુધી પાર્ટ ઓફ વાઇબ્રન્ટ અંતર્ગત ઓનલાઇન સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 125 જેટલા સ્ટાર્ટઅપ ભાગ લેશે.

આ અંગે ટાઇ વડોદરાના પ્રમુખ નિલેશ શુક્લાએ જણાવ્યું હતું કે વડોદરા દ્વારા યોજાનાર આ વર્ચ્યુઅલ સમિટમાં ચાર દિવસમાં 18 જેટલા આંતરરાષ્ટ્રીય વક્તાઓ પોતાનું વક્તવ્ય આપશે જેમાં બુધવારે પ્રથમ દિવસે માઈક્રોસોફ્ટ ના કન્ટ્રીહેડ લતિકા પાઈ પોતાનું વક્તવ્ય આપશે. ટાઇ વડોદરા સ્ટાર્ટઅપ્સ મહિલા સાહસિકો માટે પરિણામલક્ષી અને અસરકારક કાર્યક્રમો લાવવા માટે સમર્પિત છે.

અન્ય સમાચારો પણ છે...