આશીર્વચન:વડોદરાના 25 ધર્માચાર્યો PMને વર્ચ્યૂઅલી આશીર્વચન પાઠવશે

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ ખાતે ધર્માચાર્ય આશીર્વાદ સમારોહ યોજાશે

વડોદરાના વિવિધ સંપ્રદાયોના 25 જેટલા ધર્માચાર્યો 4 જાન્યુઆરીના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ કર્ણાવતી ખાતે હાજર રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વર્ચ્યૂઅલી આશીર્વચન પાઠવશે.શહેર ભાજપના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘દિવ્ય કાશી..ભવ્ય કાશી..’ કાર્યક્રમ અંતર્ગત 13મી ડિસેમ્બરના રોજ કાશી કોરિડોર લોકાર્પણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં દેશભરમાંથી સાધુ-સંતોએ હાજર રહી નરેન્દ્ર મોદીને આશીર્વચન આપ્યા હતા.ઉપરોક્ત કાર્યક્રમના અભિવાદન માટે ભાજપ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ અમદાવાદના વલ્લભસદન પાછળ આવેલા રિવરફ્રન્ટ ખાતે 4 જાન્યુઆરીના રોજ સાંજે 4 વાગ્યાથી ‘ધર્માચાર્ય આશીર્વાદ સમારોહ’નું આયોજન કરાયું છે.

જેમાં વડોદરા શહેરના વિવિધ સંપ્રદાયના 25 ધર્માચાર્યો, સાધુ-સંતો, પિઠાધિપતિઓ વગેરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વર્ચૂઅલી આશીર્વચન પાઠવશે. શહેર અધ્યક્ષ ડૉ. વિજય શાહના માર્ગદર્શન હેઠળ ‘ધર્માચાર્ય આશીર્વાદ સમારોહ’ માટે વડોદરા મહાનગરના ઇન્ચાર્જ તરીકે દિલીપ નેપાળી અને સહ ઈન ચાર્જ તરીકે વિજય પટેલની નિમણૂક કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...