તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રોજેક્ટનું ઉઠમણું:એક્યુરસી ન મળતાં 25 કરોડનો GIS પ્રોજેક્ટ હવે પડતો મુકાશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મકરપુરા-સમામાં GIS પ્રોજેક્ટ હેઠળ કરાયેલી કામગીરીમાં માંડ 35-40%એક્યુરસી મળી હતી. - Divya Bhaskar
મકરપુરા-સમામાં GIS પ્રોજેક્ટ હેઠળ કરાયેલી કામગીરીમાં માંડ 35-40%એક્યુરસી મળી હતી.
  • પાણી-ડ્રેનેજની લાઇનોની જાણકારી અંગેનો પ્રોજેક્ટ હતો

સ્માર્ટ સીટી અંતર્ગત જીઆઈએસએસ પ્રોજેક્ટની કામગીરી હવે પડતી મૂકવી પડશે અને અધૂરી કામગીરીએ જ તેનો નિકાલ કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.

વડોદરા સ્માર્ટ સિટી કંપનીએ જીઆઇએસનો પ્રોજેક્ટ મૂક્યો હતો.25 કરોડના ખર્ચે શહેરના 1800 કિમીમાં પથરાયેલા રસ્તાની ભૂગર્ભમાં આવેલી લાઈનોની જાણકારી કંપનીને મળી રહે તે માટે આઇટી વિભાગે કામગીરી સોંપી હતી. ખાસ કરીને રોડની અંદર આવેલી પાણી-ડ્રેનેજ સહિતની સર્વિસ લાઈનની જાણકારી આઇટી વિભાગને મોનિટર પર મળી રહે તેવો તખ્તો ગોઠવાયો હતો અને તેના માટે કન્સલ્ટન્ટની પણ સેવા લેવાઈ હતી. 25 કરોડના ખર્ચે કામગીરી કરવા સ્માર્ટ સિટી કંપની તરફથી કોન્ટ્રાક્ટ પણ આપી દેવાયો હતો. જેના ભાગરૂપે મકરપુરા અને સમામાં 15-15 મળી કુલ 30 કિમીમાં રસ્તાની અંદરની લાઈનોની જાણકારી મેળવવા પ્રયોગ કરાયો હતો. જોકે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે અને 30 કિમીની કામગીરીમાં આ રસ્તાની અંદરની જાણકારી મળી ન હતી અને તેની એક્યુરસી માંડ 40 ટકા રહી છે.

જો પ્રોજેક્ટ આ રીતે કરવામાં આવે તો 25 કરોડનો ધુમાડો થઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. જેના કારણે પાલિકામાં આવેલી સ્માર્ટ સિટી કંપનીના સત્તાધીશો એ ચર્ચા વિચારણા કરી હતી અને આઈટી વિભાગે આખો પ્રોજેક્ટ પડતો મૂકવાની ભલામણ કરી હતી. જોકે આ કામગીરી પાછળ 11 લાખ રૂપિયા જેટલો ખર્ચો થયો હોવાનો દાવો આઇટી વિભાગે કર્યો હતો અને તેના કારણે તેનું ચુકવણું કરી શકાશે કે કેમ તે પણ એક યક્ષ સવાલ ઉભો થયો છે.

નવા મ્યુ. કમિશનર આવતાં સ્માર્ટ સિટીની આજની બેઠક ઘોંચમાં
નવા મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ સોમવારે ચાર્જ લે તેવી શક્યતા છે. આ સંજોગોમાં સોમવારે બોલવાયેલી સ્માર્ટ સિટી કંપનીની બોર્ડ બેઠક મળી શકશે નહીં તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્માર્ટ સિટી કંપનીના અધ્યક્ષ તરીકે મ્યુ. કમિશનર હોય છે અને હવે નવા અધ્યક્ષ તરીકે નવા કમિશનર મૂકવા પડશે. આ સંજોગોમાં સ્માર્ટ સિટીની બોર્ડ બેઠકમાં મ્યુ.કમિશનરની નામજોગ એન્ટ્રી ચાર્જ લીધા બાદ જ થઈ શકે તેમ છે અને આ બોર્ડ બેઠકમાં કમિશનર ન હોવાથી બેઠક મુલતવી કરવી પડશે.

હા, એજન્ડામાં ભલામણ કરી છે
આઇટી ડાયરેકટર મનીષ ભટ્ટે જણાવ્યું કે, 1800 કિમી રસ્તાની અંદરની સર્વિસ લાઇનની ઓળખ થાય તે માટે GIS પ્રોજેક્ટનો નિર્ણય કરાયો હતો. પણ એક્યુરસી ન મળતાં પ્રોજેક્ટ પડતો મૂકવા સ્માર્ટ સિટીની મિટિંગમાં દરખાસ્ત મૂકી છે.

અન્ય સમાચારો પણ છે...