એક લગ્ન આવા પણ...:વડોદરાની 24 વર્ષની યુવતી પોતે જ પોતાની સાથે લગ્ન કરશે, તમામ રીતિ-રિવાજ નિભાવીને હનિમૂન પર પણ જશે

વડોદરાએક મહિનો પહેલા
  • વડોદરા શહેરની ક્ષમા બિંદુ 11 જૂને વરરાજા વિના જ લગ્ન કરશે
  • હું ક્યારેય લગ્ન કરવા માગતી નહોતી, પણ દુલ્હન બનવા માગતી હતીઃ ક્ષમા

ભારતમાં લગ્નને સાત જન્મનો સંબંધ માનવામાં આવે છે, જેને કારણે આ દિવસને લોકો ખાસ બનાવવાનો પ્રયાસ કરે છે. વડોદરા શહેરની 24 વર્ષની ક્ષમા બિંદુ આગામી 11 જૂને લગ્ન કરવા જઇ રહી છે, પરંતુ તેમના આ લગ્ન હાલ ખૂબ જ ચર્ચામાં છે. હકીકત એવી છે કે ક્ષમા પોતાની સાથે જ લગ્ન કરવા જઇ રહી છે. તેના આ લગ્ન રીતિ-વાજ અને ફેરાથી લઈને ભારતીય પરંપરા પ્રમાણે જ થશે, પરંતુ એમાં બસ વરરાજા નહીં હોય. આ લગ્ન ગુજરાતના પહેલા આત્મ-વિવાહ કહેવામાં આવી રહ્યા છે.

દુલ્હન બનવું છે, પણ લગ્ન કરવા માગતી નહોતી
ક્ષમા બિંદુએ જણાવ્યું હતું કે હું ક્યારેય લગ્ન કરવા માગતી નહોતી, પણ હું દુલ્હન બનવા માગતી હતી, જેથી મેં પોતાની જાત સાથે જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. કદાચ હું આપણા દેશમાં સેલ્ફ લવનું એક ઉદાહરણ પૂરું પાડવાવાળી પહેલી છોકરી છું.

વડોદરાની ક્ષમા બિંદુ પોતાની સાથે લગ્ન કરવા જઈ રહી છે.
વડોદરાની ક્ષમા બિંદુ પોતાની સાથે લગ્ન કરવા જઈ રહી છે.

હું પોતાની જાતને પ્રેમ કરું છું
પ્રાઇવેટ ફર્મમાં નોકરી કરતી ક્ષમા કહે છે કે નાનપણમાં જ મને વિચાર આવ્યો હતો હતો કે મારી પોતાની સાથે જ લગ્ન કરવા છે, પણ હવે એ સ્વપ્નને હું સાકાર કરવા જઇ રહી છું. લોકો આ પ્રકારના લગ્નને અયોગ્ય માની શકે છે, પરંતુ હું કહેવા માગું છું કે મહિલાનું પણ મહત્ત્વ હોય છે. તે એ વ્યક્તિ સાથે લગ્ન કરે છે, જેને તે પ્રેમ કરે છે. હું પોતાને જ પ્રેમ કરું છું, જેથી હું આત્મ-વિવાહ કરવા જઇ રહી છું.

લગ્ન રીતિ-રિવાજ અને ફેરાથી લઇને ભારતીય પરંપરા પ્રમાણે જ થશે, પરંતુ તેમાં બસ વરરાજા નહીં હોય.
લગ્ન રીતિ-રિવાજ અને ફેરાથી લઇને ભારતીય પરંપરા પ્રમાણે જ થશે, પરંતુ તેમાં બસ વરરાજા નહીં હોય.

ખૂબ મુશ્કેલીથી પંડિત મળ્યા
મારા મિત્રો, સંબંધીઓ અને સહકર્મી સાથે રહેશે. માતા-પિતા વીડિયો કોલિંગથી હાજર રહેશે, પણ વરરાજા નહીં હોય, હું જાતે જ સિંદૂર લગાવીશ. હું ફેરા એકલી જ લઇશ. વરમાળા એક જ હશે. પંડિત શોધવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી. 25 લોકોને ફોન કર્યા પછી એક પંડિત મળ્યા છે. તેમને પણ અડધો કલાક બેસીને સમજાવવા પડ્યા હતા. હવે તેઓ લગ્ન કરાવવા તૈયાર થઈ ગયા છે. વેબસિરીઝ જોઇને પોતાની સાથે લગ્ન કરવાની પ્રેરણા મળી હતી. હું દુલ્હન બનવા માગું છું, પણ પત્ની બનવા માગતી નથી. મેં ચણિયાચોળી, ધોતી કુર્તા, સાડી અને જ્વેલરી ખરીદી છે. લગ્નના દિવસે હું ચોલી પહેરવાની છું. હું બાળક એડોપ્ટ કરીશ અને તેમ ન કરી શકી તો NGOમાં બાળકો માટે કામ કરીશ.

ક્ષમાના લગ્નમાં મારા મિત્રો, સંબંધીઓ અને સહકર્મીઓ હાજર રહેશે.
ક્ષમાના લગ્નમાં મારા મિત્રો, સંબંધીઓ અને સહકર્મીઓ હાજર રહેશે.
વડોદરા શહેરની ક્ષમા બિંદુ 11 જૂને વરરાજા વિના જ લગ્ન કરશે.
વડોદરા શહેરની ક્ષમા બિંદુ 11 જૂને વરરાજા વિના જ લગ્ન કરશે.

હનિમૂન પર ગોવા જશે
ક્ષમા બિંદુના માતા-પિતા પણ પોતાની દીકરીના આ નિર્ણયથી ખુશ છે. તેમને આ લગ્નને આશીર્વાદ પણ આપ્યા છે. ક્ષમાએ પોતાની માટે ગોત્રી વિસ્તારમાં આવેલા એક મંદિરમાં 5 બાધા પણ રાખી છે. લગ્ન પછી ક્ષમા હનિમૂન માટે ગોવાને પસંદ કર્યું છે, ત્યાં તે બે અઠવાડિયાં સુધી રહેશે.

હું દુલ્હન બનવા માગું છું, પણ પત્ની બનવા માગતી નથી.
હું દુલ્હન બનવા માગું છું, પણ પત્ની બનવા માગતી નથી.

પસંદ- નાપસંદ : શમાએ કહ્યું જીવનમાં માતાનો પ્રભાવ સૌથી વધુ
પહેલી સ્કૂલ -
શ્રીનાથજી સ્કૂલ, દમણ પછી અમદાવાદની એક સ્કૂલમાં અભ્યાસ કર્યો. કોલેજ માટે વડોદરા આવી.
હોબી - બ્લોગિંગ, ટ્રાવેલિંગ, સોશિયલ મીડિયા પર વિવિધ પોઝના મારા ફોટોઝ મૂકું છું. હાલમાં 18 હજાર ફોલોઅર છે. છેલ્લા એક દિવસમાં 400 વધ્યા છે.
ફેવરિટ પ્લેસ - બીચ, જ્યાં પાણી હોય, નદી હોય. રસૂલપુર પસંદગીનું સ્થળ છે.
ફેવરિટ એક્ટર - રાજકુમાર રાવ
ફેવરિટ એક્ટ્રેસ - પ્રિયંકા ચોપરા, સયાની ગુપ્તા
બાળપણની સ્મૃતિ - એકવાર સ્પીચ આપતાં હકલાઇ હતી છતાં પહેલું ઇનામ મળ્યું હતું.
પ્રિય રમત - કબડ્ડી
પ્રેરણા - મારી માતા ડોમેસ્ટિક એન્જિનિયર હતાં.
માતા પાસેથી શું શીખ્યાં - તેમનું 12 વર્ષે બાળલગ્ન થયું હતું. તેમણે અમારું કુટુંબ બાંધીને રાખ્યું. તેઓ કહેતાં કે હક માટે લડવું. કોઇથી દબાવવું નહીં. નહીં તો લોકો ટેડીબિયર સમજશે, મજા લેશે. લોખંડ જેવા બનો.
પિતામાં શું ગમે છે ? - આ પર્સનલ થઇ જશે
જીવનનું સૂત્ર - હું એક એવી વ્યક્તિ છું જેની પૂરતી કાળજી લેવાઇ છે અને કંઇક જુદું કરવાનો પ્રયાસ કરું છું.

કોઇ વિઘ્ન ન આવે એટલે પાંચ બાધા રાખી છે, આત્મ વિવાહ બાદ બાળક દત્તક લેવાની મહેચ્છા
શમાએ લગ્ન વિધિ સમીસૂતરી પૂરી થાય પછી ગોત્રીના મંદિરમાં 5 બાધા રાખી છે, જે તે પૂરી કરશે. આ ઉપરાંત આ આત્મવિવાહ બાદ તો બાળકની ઇચ્છા થશે તો તે દત્તક લેશે અથવા એનજીઓ થકી એવા બાળકો માટે કામ કરશે. તે કહે છે કે, આ પ્રકારના લગ્નને લોકો અયોગ્ય માનતા હોય છે પણ હું મારી જાતને જ પ્રેમ કરુ છુ અને જેની સાથે પ્રેમ હોય તેની સાથે લગ્ન કરવા જોઇએ. આ જ કારણસર હું આ પ્રકારે લગ્ન કરી રહી છું. વિદેશમાં આ પ્રકારના લગ્નો થયા છે. ભારતમાં મારા આ લગ્ન પહેલા હશે. હું ક્યારેય લગ્ન કરવા માગતી નથી પણ પરિણિતા ચોક્કસ બનવા માગુ છું.

આત્મપ્રેમનું ઉદાહરણ પ્રસ્તુત કરવા માગુ છું : શમા બિંદુ
શમા બિંદુ કહે છે આ પ્રકારના સ્વયં લગ્ન કરીને પોતે સેલ્ફ લવ (આત્મ પ્રેમ)નું ઉદાહરણ ઊભું કરવા માગે છે. જ્યારે મેં લગ્નમાં પહેરવાનો છે તે ડ્રેસ પહેરીને અરિસામાં જોયું ત્યારે હું ખૂબ ભાવુક થઇ ગઇ હતી. ત જીવનસાથી વિનાના આ લગ્ન વિશે તેના લગ્નને લઇને શમાના કેટલાક મિત્રોમાં પણ રોમાંચ છે, કેટલાકમાં નારાજગી પણ છે. એક મિત્રે જણાવ્યું કે, હું કદાચ બહારગામ હોઇશ. મારે આ લગ્ન વિશે કોઇ કમેન્ટ કરવી નથી. તેના માતા-પિતા આ લગ્નમાં હાજર રહેવાના નથી પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ આ લગ્નવિધિને ચોક્કસપણે નિહાળશે. જો પાછળથી એવું લાગશે કે લગ્ન કરવા છે તો તે સમયે વિચાર કરીશ.

અન્ય સમાચારો પણ છે...