તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારું બિટ સ્વચ્છ બિટ:16 દિવસની ખાસ સ્વચ્છતા ઝુંબેશમાં ઘેર ઘેર ફરીને પ્લાસ્ટિક કચરો એકત્રિત કરાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કાલા ઘોડા બ્રિજ સહિત 6 સ્થળે સીસીટીવીએ લોકોને કચરો ફેંકતા કેદ કર્યા - Divya Bhaskar
કાલા ઘોડા બ્રિજ સહિત 6 સ્થળે સીસીટીવીએ લોકોને કચરો ફેંકતા કેદ કર્યા
  • શહેરના 4400 બીટ પૈકી સારી કામગીરી કરનારા સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહિત કરાશે
  • વડા પ્રધાન મોદીના જન્મદિવસથી ગાંધી જયંતી સુધી અભિયાન
  • શહેરના 4400 બીટ પૈકી સારી કામગીરી કરનારા સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહિત કરાશે

શહેરમાં સ્વચ્છતાનું પ્રમાણ જળવાઈ રહે તે માટે પાલિકા નરેન્દ્ર મોદીના જન્મદિવસથી ગાંધી જયંતી એટલે કે 16 દિવસ સુધી સફાઈ કામદારો માટે મારું બીટ સ્વચ્છ બીટની ઝુંબેશ શરૂ કરશે અને તેમાં સારી કામગીરી કરનારા સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે. આ ઝુંબેશ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે ફરીને પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરવામાં આવશે.

અગાઉ શહેરમાં કચરાના ઓપન સ્પોટ પર દર ત્રણ કલાકે સફાઈ કરી સ્વચ્છતા જાળવવા આયોજન કરાયું હતું, પરંતુ હવે તેને નવા આયોજન સાથે આગળ ધપાવાશે. વાડી શાસ્ત્રીબાગ પાસે 150 હાથ લારી ખુલ્લામાં કચરો નાખવા આવતી હતી તે બંધ કરાવીને પ્લોટ ચોખ્ખો કરાવ્યો છે અને કચરો નાખવાનું બંધ કરાયું છે. શહેરમાં થતી રાત્રી સફાઈનું નિરીક્ષણ પણ બે ડે.મ્યુ.કમિશનર દ્વારા કરાય છે. સ્થાયી અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું કે, 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 25 સપ્ટેબરે દીનદયાલ ઉપાધ્યાય તેમજ 2 ઓક્ટોબરે ગાંધીજીનો જન્મદિન છે. 17 સપ્ટેબરથી 2 ઓક્ટોબર સુધી ઘરેથી જ પ્લાસ્ટિક કચરો એકત્રીત કરવાની ઝુંબેશ ઉપરાંત “મારું બીટ સ્વચ્છ બીટ” સ્પર્ધા થશે. શહેરમાં 4400 બીટ છે અને તેમાં જે હાજરી પોઇન્ટ દીઠ સારું સફાઇ કામ કર્યું હશે તેને સ્મૃતિચિહ્ન અપાશે.

કાલા ઘોડા બ્રિજ સહિત 6 સ્થળે સીસીટીવીએ લોકોને કચરો ફેંકતા કેદ કર્યા
શહેરના માર્ગો અને સોસાયટીઓ શેરીઓ ચોખ્ખી રહે તે માટે પાલિકા ઝુંબેશ ચલાવી રહી છે ત્યારે નાગરિકો પણ સ્વયં શિસ્ત જાળવવી તે દિશામાં કવાયત શરૂ કરાઈ છે.આ સંજોગોમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકતા રાહદારીઓ, વાહનચાલકો સીસીટીવીની નજરમાં ઝડપાયા હતા.જેમાં ચોખંડી ત્રણ રસ્તા, ઘડિયાળી પોળ સયાજી સ્કૂલ પાસે,રાણી એકતાનગર ગાજરાવાડી પોલીસ ચોકી રોડ, મુજમહુડા ત્રણ રસ્તા અને કાલાઘોડા બ્રિજ પાસે કેટલાક લોકો કચરો ફેંકી રહ્યા હતા.

ગધેડા માર્કેટથી મહાવીર ચાર રસ્તા સુધી સ્થાયી અધ્યક્ષનું ફૂટ પેટ્રોલિંગ
લોકો સ્વચ્છતા જાળવે અને દબાણ ન કરે તે માટે બીજા દિવસે સ્થાયી અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ ગધેડા માર્કેટથી મહાવીર ચાર રસ્તા સુધી ચાલતા નીકળ્યા હતા.તેમણે લોકોને રોડ પર અને ડિવાઇડર પર કચરો ન નાખવા અને ડોર ટુ ડોરમાં જ કચરો નાખવા અપીલ કરી હતી. તેમણે રોડ પર અવરોધ રૂપ વાહન પાર્ક ન કરવા લોકોને સમજાવી આવા વાહનો ખસેડવા સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...