તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી પહેલ:વડોદરામાં 107 વર્ષ જૂની સંસ્થા મહિલાઓને ડ્રાઇવિંગ શીખવશે, સ્કૂલ વાનમાં મહિલા ચાલક હશે તો છાત્રાઓ સલામતી અનુભવશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાવપુરા ખાતે ચિમણાબાઈ ઉદ્યોગાલયમાં યોજાયેલા પ્રદર્શનમાં મહારાણી રાધિકારાજે ગાયકવાડ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. - Divya Bhaskar
રાવપુરા ખાતે ચિમણાબાઈ ઉદ્યોગાલયમાં યોજાયેલા પ્રદર્શનમાં મહારાણી રાધિકારાજે ગાયકવાડ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
  • મહિલા-બાળ કલ્યાણ વિભાગના સહયોગથી ચિમણાબાઇ સ્ત્રી ઉદ્યોગાલય દ્વારા આયોજન

સ્કૂલ વાન કે રિક્ષામાં સ્કૂલે જતી વિદ્યાર્થિનીઓ અને મુસાફરી કરતી મહિલાઓ સલામતીનો અનુભવ કરી શકે તે માટે મહિલા ડ્રાઇવરો હોય તે જરૂરી છે. મહિલાઓની સલામતીને ધ્યાનમાં રાખી 107 વર્ષ જૂના મહારાણી ચિમણાબાઇ સ્ત્રી ઉદ્યોગાલયે પહેલીવાર યુવતીઓને ડ્રાઇવિંગની તાલીમ આપવાના આયોજનની જાહેરાત કરી છે.

સંસ્થાનાં પ્રમુખ મહારાણી રાધિકારાજે ગાયકવાડે વિશે જણાવ્યું કે, ‘મહિલા-બાળ કલ્યાણ વિભાગે પણ પ્રોજેક્ટને સહકાર જાહેર કર્યો છે. રૂરલમાં સ્કિલ બિલ્ડિંગ સારું કામ કરે છે. અર્બન ડ્રાઇવિંગમાં તે હિસાબે અમે સ્કિલ બિલ્ડિંગ કરવા માગીએ છીએ. મહિલા ડ્રાઇવર હશે તો મહિલાઓ અને વિદ્યાર્થિની સલામતી અનુભવશે. વૃદ્ધો કે બાળકો બીમાર હોય તો થર્મોમીટર વડે ચેક કરી શકે, દવાનું નામ વાંચી શકે તેવી મહિલાઓને કેર ટેકરની તાલીમ અપાય તો તે પણ ઉપયોગી પુરવાર થઇ શકે છે. અમે આ માટે પણ તાલીમ આપવાનું આયોજન કરી રહ્યાં છીએ.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘આ દિશામાં અમે ડિમાન્ડ અને સપ્લાય મુજબ આગળ વધવા માગીએ છીએ. કારણ આવા પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટે ફંડિંગ પણ મહત્ત્વની બાબત છે. ચિમણાબાઇ સ્ત્રી ઉદ્યોગાલયના અન્ય કોર્સિસ ખાસ કરીને ફેશન ડિઝાઇનિંગ માટે પણ પ્રયાસ કરવાની વાત કરતાં તેમણે જણાવ્યું કે, હાલમાં ઘણી બાબત અપગ્રેડ કરવાની છે. ખાસ કરીને કમ્પ્યૂટર અપગ્રેડ કરવાનાં છે, જેથી લેટેસ્ટ તાલીમ આપી શકાય.’