હોટલનું જમણ ખિસ્સાનું મરણ:હોટલ અને રેસ્ટોરામાં થાળીના ભાવમાં રૂ.20થી 40નો વધારો, 50 હજાર લોકોને રોજના રૂ.10 લાખનો ફટકો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પેટ્રોલ-ડીઝલને સમાંતરે અનાજ-કઠોળ અને શાકભાજીના ભાવ ભડકે બળ્યા : સામાન્ય નાગરિક દઝાયો

પેટ્રોલ-ડિઝલ-ગેસના સમાંતરે અનાજ-કઠોળ અને શાકભાજીના ભડકે બળતા ભાવોએ ઘરના જ નહીં. હવે સ્વાદશોખીનોના બજેટ પણ ખોરવી નાંખ્યા છે. હોટેલ-રેસ્ટોરન્ટ્સમાં ભોજનની થાળી અને ચાઇનિઝ, પંજાબી ડિશના ભાવમાં પણ રૂ 20થી રૂ.40 સુધીનો વધારો કર્યો છે. તો કેટલાકે ઓનલાઇન પેમેન્ટમાં અપાતી છૂટ પાછી લઇ લીધી છે. જો ચાર વ્યક્તિના પરિવાર સાથે બહાર જમવા ગયા હોય તો એક વખતમાં રૂ.80થી રૂ.300 સુધીનો વધારો સહન કરવાનો વારો આવે તેમ છે. વડોદરામાં દરરોજ 2 લાખ લોકો બહાર જમે છે. જે પૈકીના 50 હજાર જેટલા હોટલ-રેસ્ટોન્ટમાં જાય છે.

આ ગણતરીઅે માત્ર અેક ડીશનો સરેરાશ રૂ. 20 ભાવ વધારાની પણ ગણતરી કરવામાં આવે તો ભાવ વધારા બાદ રોજના રૂ.10 લાખથી વધુનો શહેરીજનોના ખિસામાંથી વધારે વપરાઇ રહ્યાં છે. વડોદરા ફૂડ આંત્રપ્રિન્યોર્સ રેસ્ટોરન્ટ્સ એસોસિયેશનના પ્રમુખ નીતિન નાણાવટી કહે છે કે, કાચા માલમાં વધારો થતાં ચાઇનિઝ-પંજાબી જેવી છૂટક ડીશમાં રેસ્ટોન્ટ્સ સંચાલકોએ રૂ.30થી રૂ.50 સુધીનો વધારો કરવો પડ્યો છે.’ િસ્મત કાઠિયાવાડીના સંચાલક પ્રોબલ સેને જણાવ્યું કે, હાલમાં મોંધવારીના પગલે અમે અમારી થાળીના રૂ.270 હતા તે નાછૂટકે રૂ. 300 કરવા પડ્યા છે.

આમણે થાળીને મોંઘી કરી

આઇટમપહેલાહવે
ડુંગળીરૂ.10રૂ.30
મરચુંરૂ.250રૂ.500
મગસતરીરૂ.120રૂ.370
ઘઉરૂ.32રૂ.39
જિરુરૂ.185રૂ.320
ગેસરૂ.1700રૂ.2300

ડિશમાં શાકના જથ્થામાં 30 ગ્રામનો કાપ મુકાયો
અન્ય રેસ્ટોરન્ટ સંચાલકે જણાવ્યું કે, અગાઉ શાક 300 ગ્રામ જેટલું અમે આપતા હતા. જે ઘટાડીને 275 ગ્રામ કર્યું છે. જેનો ગ્રાહકોને પણ અંદાજ આવતો નથી. રાવપુરા વિસ્તારમાં એક હોટેલના સંચાલક ચિંતન રાવ કહે છે કે, રૂ. 120ની થાળી અમને રૂ. 140ની કરવાની ફરજ પડી છે. જ્યારે રસથાળના સંચાલક અજય મહેતા કહે છે કે, ‘ ગેસનો ભાવ વધારો સૌથી વધુ આકરો છે. જેથી થાળી રૂ.290થી વધારીને રૂ.310 કરી છે.

સલાડમાંથી પણ લીંબુ ઓછાં થયાં
હોટેલ-રેસ્ટોરન્ટ્સ જે સલાડ આપતી હતી કે શાક સાથે લીંબુની ચીરીઓ અપાતી હતી તે કેટલીક હોટેલોએ બંધ જ કરી દીધી છે. આ ઉપરાંત ક્યાંક ફિંગર બાઉલમાં હવે ગરમ પાણી જ આપવાની શરૂઆત કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...