તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:કોરોનાકાળમાં સયાજી હોસ્પિટલમાં 2 લાખથી વધુ કોવિડ સેમ્પલનું ટેસ્ટિંગ: આજથી MSUની લેબમાં પણ ટેસ્ટ થશે

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હવે માઇક્રો બાયોલોજી વિભાગનો સ્ટાફ મ્યુકોરમાઇકોસિસના ટેસ્ટમાં વ્યસ્ત

એસએસજી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજના માઇક્રો બાયોલોજી વિભાગ અને તેને જોડાયેલી પ્રયોગશાળા દ્વારા કોરોના કાળમાં બે લાખથી વધુ કોવિડ સેમ્પલ અને રોજ 1500 જેટલા આર.ટી.પી.સી.આર. સેમ્પલનું પરીક્ષણ કર્યું છે. જ્યારે હવે આ વિભાગ દ્વારા મ્યુકરના દર્દીઓના 285 જેટલા સેમ્પલનો સચોટ રિપોર્ટ આપ્યો છે. જેને આધારે દર્દીઓની અસરકારક સારવાર નિર્ધારિત કરવામાં ખૂબ મદદ મળી છે. બીજી તરફ સયાજી હોસ્પિટલમાં આજથી આરટીપીસીઆર ટેસ્ટનો પ્રારંભ કરાશે.

મેડિકલ કોલેજના ડીન ડો.તનુજા જાવડેકર અને સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રંજન ઐયરના માર્ગદર્શન હેઠળ સયાજી અને બરોડા મેડિકલ હોસ્પિટલમાં અન્ય ચેપી રોગોના સેમ્પલના પરીક્ષણની રૂટિન કામગીરી યથાવત ચાલતી જ રહે છે.વધુમાં,દર્દીમાં કોવિડની અસરનું પ્રમાણ અને સારવારની અસરકારકતાનો નિર્દેશ આપતો સી.આર.પી.ટેસ્ટ પણ આ વિભાગ જ હેન્ડલ કરે છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, એક રૂટિન તરીકે આ વિભાગમાં બેક્ટેરીયોલોજી અને વાયરોલોજીના તમામ ટેસ્ટ કરવામાં આવે છે.બેક્ટેરિયલ કલ્ચર દ્વારા ડેન્ગ્યુ, ચિકુન ગુનિયા,કમળો, ટાયફોઈડ જેવા રોગોને લગતા નમૂનાઓની ચકાસણી કરવામાં આવે છે. મ્યુકરનો ઉપદ્રવ થતાં હવે ફંગસ કલ્ચરની તપાસ થાય છે.

ઉદઘાટનના 3 સપ્તાહ બાદ MSUની લેબોરેટરીને ટેસ્ટિંગની મંજૂરી અપાઇ
કોરોનાના શહેરમાં માંડ 150 કેસ બાકી રહ્યા છે ત્યારે મોડે મોડે છેક હવે એમએસ યુનિવર્સિટીમાં આરટીપીસીઆર ટેસ્ટ માટેની લેબ શુક્રવારથી ધમધમશે. હવે ફેકલ્ટી ઓફ સાયન્સમાં આ ટેસ્ટ કરાશે. સત્તાધીશોની જાહેરાત મુજબ રોજના 500 ટેસ્ટ કરવાની આ લેબોરેટરીની ક્ષમતા છે. એઇમ્સમાંથી કોઇ મંજૂરી મળે તે અગાઉ હરખઘેલા સત્તાધીશો દ્વારા આ લેબનું ઉદઘાટન ઉતાવળે કરી નખાયુ હતું, મંજૂરી ત્યારબાદ મળી હતી. આ લેબમાં કોરોનાના નમૂનાનું ટેસ્ટિંગ કરાવ્યા બાદ ફરી સરકારી દવાખાનાના નમૂનાચકાસાતા પરિણામો પ્રોત્સાહિત જણાતાં છેવટે મંજૂરી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...