તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:વડોદરામાં એક લાખની વસ્તીએ 339 લોકોનું જ ટેસ્ટિંગ, અમદાવાદ અને સુરતની સરખામણીમાં ઓછું સેમ્પલિંગ

વડોદરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • આવી ઢીલાશ રાખી કોરોનાને હરાવીશું ! અંદાજે 20 લાખની વસ્તી પૈકી 56 દિવસમાં માત્ર 6789 સેમ્પલ લેવાયાં
 • રોજ નવા વિસ્તારોમાંથી કોરોના પોઝિટિવના કેસો મળી રહ્યા છે છતાંય સેમ્પલિંગની સંખ્યા વધારાતી નથી

કોરોના સંક્રમણ ના જાહેર થયેલા પ્રથમ સેમ્પલથી આજદિન સુધીના 56 દિવસમાં 6789 સેમ્પલના રિપોર્ટ જાહેર કરવામાં આવ્યા છે અને વડોદરામાં 1 લાખની વસ્તીએ તેનું પ્રમાણ 339.45 નું રહેવા પામ્યું છે કે જે અમદાવાદ અને સુરત કરતા ઓછું છે. અત્રે નોંધનીય છે કે વડોદરાની વસ્તી 20 લાખની છે.કોરોના પોઝિટિવનો પ્રથમ રિપોર્ટ તા.20 માર્ચના રોજ આવ્યો હતો અને ત્યાર થી રોજ સરેરાશ 150 થી 300 સેમ્પલ લેવામાં આવ્યા છે.એક સમયે,સતત સાત દિવસ સુધી એકપણ પોઝિટિવ કેસ પાલિકાના આરોગ્ય વિભાગને મળ્યો ન હતો પણ નાગરવાડા માં કોરોના બોંબ ફૂટતા સમગ્ર વિસ્તારને રેડ ઝોન માં મૂકી દેવાની ફરજ પડી હતી.
હજુ પણ 243 દર્દી એક્ટિવ છે અને તમામની સારવાર ચાલી રહી છે
વડોદરામાં અત્યાર સુધીમાં 638 કેસમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને 32ના મૃત્યુ થયા છે. વડોદરામાં 6789 સેમ્પલ લેવાયા છે અને લગભગ તેની લગોલગ તો અમદાવાદમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. 20 લાખની વસ્તીવાળા વડોદરામાં 1 લાખની વસ્તીએ 339.45 ના સેમ્પલ લેવાયા છે.જ્યારે અમદાવાદમાં તેનું પ્રમાણ 1 લાખે 595.06નું છે તો સુરતમાં તેનું પ્રમાણ 373.53નું છે. ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના ભોપાલમાં 1 લાખની વસ્તીએ 852.5ના ટેસ્ટીંગ થયા છે તો દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોર માં તેનું પ્રમાણ 379.9નું છે. વડોદરામાં અત્યાર સુધીમાં 363 લોકોએ કોરોનાને માત આપી છે અને તે તમામને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.જોકે, હજુ પણ 243 દર્દી એક્ટિવ છે અને તમામની સારવાર ચાલી રહી છે. 
વડોદરામાં સેમ્પલ  ઓછાં તો મૃત્યુનો આંક પણ ઓછો
રાજ્યમાં કોરોના સંકમિતોમાં સૌથી વધુ મૃત્યુ અમદાવાદ શહેરમાં થયા છે.અમદાવાદમાં આવેલ 6526 પોઝિટિવ કેસની સરખામણીમાં 465ના મૃત્યુ થયા છે. જ્યારે સુરત માં 963 પોઝિટિવની સામે મૃત્યુ 45 નોંધાયા છે. આ બંને શહેરની સરખામણીમાં વડોદરામાં કોરોના પોઝિટવ 638 નોંધાયા છે અને તેની સામે મૃત્યુ 41 થયા છે. જોકે, માત્ર કોરોનાનાં કારણે વડોદરા માં 7 જ મોત અને બાકીના મૃત્યુ પાછળ બીજી બિંમારીઓને કારણે થયું હોવાનો તંત્રનો દાવો છે જે ગળે ઉતરતો નથી. 

અમદાવાદ    સુરત    વડોદરા
કુલ વસ70 લાખ   45 લાખ    20 લાખ
કોરોના ટેસ્ટ    4165416809    6789
કોરોના પોઝિટિવ  6526   963   638

- વડોદરા 638 કોરોના પોઝિટિવ દર્દી ધરાવતા વડોદરામાં 363 લોકો કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા છે.જ્યારે , 243 લોકો હજી કોરોનાને લડત આપી રહ્યા છે.  - અમદાવાદ માં 2247 લોકો સાજા થઈ ગયા છે તો 3900 જેટલા લોકો હજી કોરોનાગ્રસ્તની યાદીમાં છે.  - સુરતમાં 630 લોકો સ્વસ્થ થઈને પરત ફર્યા છે તો 208 લોકો હજી સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો