હાશકારો:પાંચ દિવસમાં બમણાથી વધુ ટેસ્ટિંગ,કોરોનાના કેસ ન વધ્યા

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાહેર સ્થળો પર લોકોના રેપિડ એન્ટિજન ટેસ્ટ
  • મંગળવારે સેવાસીમાં કોરોનાના 2 સહિત નવા 6 કેસ નોંધાયા

વડોદરામાં છેલ્લા 7 દિવસથી કોરોનાના કેસો માટેના ટેસ્ટિંગમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. શહેરના બાગ-બગીચા, મંદિરો, મસ્જિદ, શાક માર્કેટ સહિતના વિવિધ વિસ્તારો જ્યાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થતાં હોય તેવા સ્થળોએ રેપિડ એન્ટીજન ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેને પગલે 9મી નવેમ્બરે 2,213 ટેસ્ટિંગ થયા હતા જે 16મી મંગળવારે 6099 ટેસ્ટિંગ કરવામાં આવ્યાં હતા. આમ બમણા ટેસ્ટિંગ કરવા છતાં કેસો 4થી 6 વચ્ચે જ નોઁધાઇ રહ્યાં છે.

મંગળવારે વડોદરામાં કોરોનાના છ કેસ નોંધાયા હતા. શહેરના નવી ધરતી. આજવા રોડ, ગોકુલનગર અને સેવાસીમાં કોરોનાના નવા કેસો આવ્યાં હતા. જેમાં સેવાસીમાં 2 કેસ નોંધાયા હતા. બીજી તરફ ત્રણથી ચાર મહિના બાદ કોરોનાના ઓક્સિજન પરના દર્દીઓની સંખ્યા 4 નોંધાઇ છે. એક દર્દીની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. કોરોના ટેસ્ટિંગમાં રવિવાર સાંજથી જાહેર સ્થળોએ પણ ટેસ્ટિંગ હાથ ધરવાની તંત્ર દ્વારા કામગીરી કરાઇ રહી છે. છેલ્લા 6 દિવસમાંથી 5 દિવસ રોજના 6 કેસ નોંધાયા હતા.

ટેસ્ટિંગ 2213થી 6099 પર પહોંચ્યું

તારીખટેસ્ટિંગ
9 નવેમ્બર2,213
11 નવેમ્બર2,845
13નવેમ્બર4,291
15 નવેમ્બર4,893
16 નવેમ્બર6,099

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...