ઉત્તરાયણની ઉજવણી:વડોદરામાં પતંગરસિકોથી ટેરેસ ઉભરાયા, ડીજે વિના જ કાઇપો છે અને લપેટની ચિચિયારીઓ વચ્ચે ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી - Divya Bhaskar
વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી
  • મકરસંક્રાંતના પ્રિય પર્વને પગલે 24 કલાક વાહનોથી ધમધમતા માર્ગો સુમસામ જોવા મળ્યા

સુસવાટા મારતા ઠંડા પવન અને એ કાપ્યો છે.... લપેટ...ની ચિચિયારીઓ સાથે ઉત્સવપ્રિય વડોદરાના લોકો અપાર ઉત્સાહ અને ઉમંગ સાથે મકરસંક્રાંતની ઉજવણી કરી રહ્યાં છે. મ્યુઝિક સિસ્ટમની વિના ઉજવાઇ રહેલી મકરસંક્રાંતની કારણે ટેરેસ ઉપર માત્ર ચિચિયારીઓ સંભળાઇ રહી છે.

આજે લોકોએ દાન કર્યું
દાન આપી પુણ્ય કમાવવા સાથેના ઉત્તરાયણ પર્વની સવારે લોકો દ્વારા તલસાકડી, ચિક્કી, બોર્ શેરડી, ગૌમાતાને ઘાસ, ઘૂગરી સહિત વિવિધ વસ્તુઓનું ગરીબોને દાન કરવામાં આવ્યું હતું. તો કેટલાક શ્રદ્ધાળુઓ ઉત્તરાયણના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનો પણ મહિમા હોવાથી વડોદરા નજીક ચાદોદ નર્મદા નદી તેમજ ફાજલપુર મહી નદીમાં સ્નાન કરવા માટે ઉમટી પડયા હતા.

મકરસંક્રાંતની કારણે ટેરેસ ઉપર માત્ર ચિચિયારીઓ સંભળાઇ રહી છે
મકરસંક્રાંતની કારણે ટેરેસ ઉપર માત્ર ચિચિયારીઓ સંભળાઇ રહી છે

ટેરેસો પતંગ રસીયાઓથી ઉભરાઇ ગયા
નાના બાળકોથી સૌકોઇના પ્રિય મકરસંક્રાંતના પર્વની સવારથી ટેરેસો પતંગ રસીયાઓથી ઉભરાઇ ગયા હતા. રંગબેરંગી પતંગો, બલુનોથી આકાશ છવાઇ ગયું હતું. કેટલાક લોકો દ્વારા ડીજે સાઉન્ડ સિસ્ટમના બદલે ઘરની મ્યુઝિક સિસ્ટમ ટેરેસ ઉપર મૂકી નિતનવા ગીતો સાથે પર્વની ઉજવણી કરી હતી. આ વખતે દેવ પગલી અને જીગર રાઠોડના ચાંદ વાલા મુખડા લેકે ચલોના બજાર મેં..... માટલા ઉપર મોટલુ ને મોટલામા પાણી...ઢગલો પ્રેમ કરીશ તોયે નહીં મલે રોણી...રોણી...તેમજ પુષ્પા ફિલ્મનું સુપર હિટ થયેલું સામી..સામી...તેમજ ગરબા સહિત ગીતોની ધૂમ રહી છે.

માર્ગો સુમસામ જોવા મળ્યા
મકરસંક્રાંતના પ્રિય પર્વને પગલે 24 કલાક વાહનોથી ધમધમતા માર્ગો સુમસામ જોવા મળ્યા હતા. જ્યારે ટેરેસો પતંગ રસીયાઓથી હાઉસફૂલ રહ્યા હતા. માર્ગો ઉપર બલુનો વેચતા શ્રમજીવીનો જમેલો જોવા મળ્યો હતો. તો વળી સવારથી ઉધીયુ અને જલેબીના સ્ટોલની જમાવટ જોવા મળી હતી.

વડોદરામાં પતંગરસિકોથી ટેરેસ ઉભરાઇ ગયા છે
વડોદરામાં પતંગરસિકોથી ટેરેસ ઉભરાઇ ગયા છે

પક્ષીઓની હાલત સવારથી ખરાબ થઇ ગઇ
આકાશમાં વિહરતા પક્ષીઓની હાલત ઉત્તરાયણની સવારથી ખરાબ થઇ ગઇ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં જીવદયા સંસ્થાઓ દ્વારા દોરીથી ઇજા પામતા પક્ષીઓ માટે શરૂ કરવામાં આવેલા સેન્ટરો ઉપર વિવિધ પક્ષીઓના ઇજા પામ્યાના કોલ આવવાની શરૂઆત થઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...