અકસ્માત:વડોદરામાં એસ.ટી. બસનું સ્ટિયરિંગ લૉક થઇ જતાં પુલ સાથે અથડાઇ, MSUની ગર્લ્સ હોસ્ટેલની ત્રણ વિદ્યાર્થિની સહિત 10 ઇજાગ્રસ્ત

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઇજાગ્રસ્ત મુસાફરો.

શહેરના લાલબાગ પાસે સ્ટિયરિંગ લૉક થઇ જતાં એસ.ટી. બસ પુલ સાથે અથડાઇ હતી. જેમાં ડ્રાયવર સહિત 10 લોકોને ઇજાઓ થઇ હતી. તમામને એમ્બ્યુલન્સ સહિત ખાનગી વાહનોમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. તમામ ઇજાગ્રસ્તોની હાલતમાં સુધારો છે.

એમ.એસ.યુનિવર્સિટીની ત્રણ વિદ્યાર્થિની ઇજાગ્ર્સ્ત
જંબુસરથી ઝાલોદ જવા નિકળેલી એસ.ટી.બસનું સ્ટિંયરિંગ વડોદરાના લાલબાગ વિસ્તારમાં અવધૂત ફાટક પાસે લૉક થઇ ગયું હતું. જેથી બસ પુલ સાથે અથડાઇ હતી. બનાવમાં ઇજાગ્રસ્ત બસના ડ્રાયવર હાર્દિકસિંહ ભાટીએ જણાવ્યું હતું કે, ચાલુ બસે સ્ટિંયરિંગ લૉક થઇ જતાં અકસ્માત સર્જાયો છે. આ બનાવમાં ડ્રાયવર સહિત 10 લોકોને નાક, મોઢા, આંખ, હાથ અને પગમાં ઇજાઓ થઇ છે. ઉલ્લેખનીય છે કે ઇજાગ્રસ્તોમાં એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી ત્રણ વિદ્યાર્થિનીઓ પણ સામેલ છે.

ઇજાગ્રસ્ત બસ ડ્રાયવર.
ઇજાગ્રસ્ત બસ ડ્રાયવર.

તમામની હાલત સુધારા પર
અકસ્માત થતાં જ ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સ દોડી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોની સંખ્યા વધુ હોવાથી કેટલાક લોકોને રિક્ષામાં પણ સયાજી હોસ્પિટલ લઇ આવવામાં આવ્યા હતા. સદનસિબે બનાવમાં કોઇનું મૃત્યું થયું નથી. તમામ ઇજાગ્રસ્તો હાલ ભાનમાં છે અને તેમની સારવાર કરવામાં આવી છે.

ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા.
ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા.

ઇજાગ્રસ્તોની યાદી

  • હાર્દિંકસિંહ ગણપતસિંહ ભાટી (બસ ડ્રાયવર. રહે. ભાવનગર)
  • દક્ષાબેન દિનેશભાઇ વણકર (રહે. વણકર ફળિયું, લુણાવાડા)
  • કાળુભાઇ ફતેસિંહ ચાવડા (રહે. ભોજગામ)
  • નયનાબેન અશોકભાઇ વાણીયા (રહે. શ્રીનત પાર્ક, ગોરવા, વડોદરા)
  • કુસુમબેન મોહનભાઇ પરમાર
  • અસરફભાઇ કાસમભાઇ ચૌહાણ (રહે. વડગામ)
  • રસીદમીયા યાસીનમીયા સૈયદ (રહે. જંબુસર ગામ)
  • વઘાસિયા વૃંદા ધીરુભાઇ (રહે. એમ.એસ.યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલ)
  • નીશા રમેશભાઇ બામણીયા (રહે. એમ.એસ.યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલ)
  • રુત્વી મુકેશભાઇ શ્રીમાળી (રહે. એમ.એસ.યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલ)