દારૂની હેરાફેરીનો નવો કિમિયો:સિલવાસાથી લાઇમ પાઉડરના બેરલની આડમાં લવાયેલા દારૂના જથ્થાની ડિલિવરી કરતો ટેમ્પો વડોદરામાં ઝડપાયો

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી અહેમદ ગુલાનબી શેખ - Divya Bhaskar
આરોપી અહેમદ ગુલાનબી શેખ
  • પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી
  • દારૂ સહિત કલુ 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરા શહેરમાં PCB દ્વારા બાતમીના આધારે સિલવાસાથી લાઇમ પાઉડરના બેરલમાં ભરીને લવાયેલા દારૂ સહિતના 1 લાખ 40 હજારના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય વિદ્યાલય પાસેથી દારૂ ઝડપાયો
વડોદરા શહેર PCBને બાતમી મળી હતી કે, એક થ્રી વ્હીલર ટેમ્પો (GJ 06 TT 5967)નો ચાલક અમીતનગરથી ભૂરા રંગના બેરલમાં ઇંગ્લીશ દારૂની બોટલો ભરી નિકળ્યો છે. આ જથ્થો સમા ઉર્મી સ્કૂલ પાસે બ્રિજ નજીક ડિલિવરી કરવાનો છે. જેથી પોલીસે વોચ ગોઠવીને આ ટેમ્પોને અજીતાનગર-2 કેન્દ્રીય વિદ્યાલય પાસે ઝડપી લીધો હતો.

ટેમ્પો ચાલકની ધરપકડ
પોલીસે ટેમ્પોમાં બેરલમાં ભરેલ દારૂની 264 બોટલ (કિંમત 79,200) તેમજ મોબાઇલ, ટેમ્પો મળી કુલ 1 લાખ 40 હજાર 900નો મુદ્દામાલ કબેજ કર્યો છે. સાથે ટેમ્પોના ચાલક અહેમદ ગુલાનબી શેખ (રહે. નુર કોમ્પલેક્ષ, નવાબવાડા, રાવપુરા, વડોદરા)ની ધરપકડ કરી છે. આ મામલે દારૂનો જથ્થો મંગાવનાર રાકેશભાઇ, ટેમ્પો ભાડે કરનાર વ્યક્તિ અને લાઇમ પાવડરના ખોટા બિલ બનાવનારને વોન્ટેડ જાહેર કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...