તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માતના LIVE દ્રશ્યો:વડોદરાના રણોલી બ્રિજ પાસે રોંગ સાઇડમાં જઇ રહેલા ટેમ્પોએ બાઇક પર જતા ASIને કચડી નાખ્યો, ઘટના સ્થળે જ મોત

વડોદરા3 મહિનો પહેલા
  • સમા પોલીસ સ્ટેશનના ASI આજે સવારે ડ્યુટી પર જઇ રહ્યા હતા, ત્યારે અકસ્માત નડ્યો
  • છાણી પોલીસે CCTV ફૂટેજના આધારે ટેમ્પોના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે...ફરજ બજાવવા નીકળેલા વડોદરા શહેરના સમા પોલીસ મથકના પોલીસ જવાનનું રણોલી બ્રિજ પાસે અકસ્માતમાં મોત નીપજ્યું હતું. પોલીસ તંત્રમાં ગમગીની ફેલાવી દેનાર આ બનાવમાં પોલીસ જવાન પોતાની બાઇક લઇને ડ્યુટી બજાવવા માટે જઇ રહ્યા હતા. દરમિયાન રણોલી બ્રિજ પાસે રોંગ સાઇડ આવી રહેલા ટેમ્પોએ તેઓને અડફેટે લેતા સ્થળ પર તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી.

ટેમ્પોનું ટાયર ફરી વળતા પોલીસકર્મીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું
વડદરા નજીક રણોલી ગામમાં રહેતા રાજેન્દ્રભાઇ જયસ્વાલ સમા પોલીસ સ્ટેશન ખાતે ASI(આસિસટન્ટ સબ ઇન્સપેકટર) તરીકે ફરજ બજાવતા હતા. આજે સવારે તેઓ નિત્યક્રમ પ્રમાણે પોલીસ સ્ટેશન જવા માટે બાઇક પર નિકળ્યાં હતા. જ્યાં રણોલી બ્રિજ નીચે તાપી હોટલ નજીક રોંગ સાઇડ આવી રહેલા આઇસરના ચાલકે રાજેન્દ્રભાઇની બાઇકને અડફેટે લેતા તેઓ બાઇક ઉપરથી ફંગોળાઇ ગયા હતા અને તેમના માથા પર આઇસર ટેમ્પોનું તોતિંગ વ્હિલ ફરી વળતા સ્થળ પર તેઓનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

સમા પોલીસ સ્ટેશનના ASI આજે સવારે ડ્યુટી પર જઇ રહ્યા હતા, ત્યારે અકસ્માત નડ્યો
સમા પોલીસ સ્ટેશનના ASI આજે સવારે ડ્યુટી પર જઇ રહ્યા હતા, ત્યારે અકસ્માત નડ્યો

મૃતકના પરિવારજનોને થતાં તેઓ પણ સ્થળ પર દોડી ગયા
આ બનાવની જાણ સમા પોલીસના જવાનો તેમજ શહેર પોલીસ મથકમાં ફરજ બજાવતા તેમના પોલીસ જવાન મિત્રોને થતાં સ્થળ પર દોડી ગયા હતા. તે સાથે બનાવની જાણ તેમના પરિવારજનોને થતાં તેઓ પણ સ્થળ પર દોડી ગયા હતા.

પોલીસ જવાન પોતાની બાઇક લઇને ડ્યુટી બજાવવા માટે જઇ રહ્યા હતા
પોલીસ જવાન પોતાની બાઇક લઇને ડ્યુટી બજાવવા માટે જઇ રહ્યા હતા

પોલીસે CCTV ફૂટેજના આધારે ટેમ્પોના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
સમા પોલીસ જવાન રાજેન્દ્રભાઇ જયશ્વાલનું અકસ્માતમાં મોત નીપજતા રણોલી ગામમાં પણ ગમગીની ફેલાઇ ગઇ હતી. આ સાથે શહેર પોલીસ તંત્રમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. આ બનાવ અંગે છાણી પોલીસે CCTV ફૂટેજના આધારે આઇસર ટેમ્પોના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

છાણી પોલીસે CCTV ફૂટેજના આધારે ટેમ્પોના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
છાણી પોલીસે CCTV ફૂટેજના આધારે ટેમ્પોના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

બ્રિજ હોવાના કારણે અવારનવાર રણોલી ટર્નિગ પર અકસ્માતો થાય છે
ઉલ્લેખનીય છે કે, ફ્લાઇઓવર બ્રિજ હોવાના કારણે અવારનવાર રણોલી ટર્નિગ ઉપર અકસ્માતો સર્જાતા હોય છે. આજે સવારે સમા પોલીસ સ્ટેશનના ASI અકસ્માતનો ભોગ બન્યા હતા. અવારનવાર ભારદારી વાહનો રોંગ સાઇડ આવતા આ પ્રકારની ઘટનાઓનો બનવા છતાં તંત્ર દ્વારા કોઇ ઉકેલ લાવવામાં આવતો નથી, પરંતુ, તંત્ર દ્વારા આ પ્રકારના વાહન ચાલકો સામે કોઇ નક્કર પગલા હજી સુધી લેવામાં આવ્યા નથી.