યુવતી પર દુષ્કર્મ કેસ:વડોદરાના બિલ્ડર નવલ ઠક્કરને આશરો આપનાર તેજસ ઠક્કરની પોલીસે અટકાયત કરી

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી નવલ ઠક્કર પોલીસ સકંજામાં. - Divya Bhaskar
આરોપી નવલ ઠક્કર પોલીસ સકંજામાં.

વડોદરામાં યુવતી પર દુષ્કર્મના કેસમાં આરોપી બિલ્ડર નવલ ઠક્કરને કારમાં લઇ જઇ મદદ કરનાર તેજસ ઉર્ફે તપન ઠક્કરની પોલીસે અટકાયત કરી છે.

યુવતીના ન્યૂડ ફોટા જોઇ પિતા ચોંક્યા
શહેરના જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા અનુસાર બિલ્ડર નવલ ઠક્કરે સમાજમાં જ ઓળખીતી યુવકને પ્રેમજાળમાં ફસાવી હતી. જ્યાર બાદ યુવતી લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું. બિલ્ડર નવલ ઠક્કર પરણિત હોવા અને એક સંતાનનો પિતા હોવા છતાં યુવતીને ફસાવી તેના ન્યૂડ ફોટો મોબાઇલમાં કેદ કર્યા હતા. યુવતીના પિતાના હાથમાં તેનો ફોન આવી જતાં તેમણે આ ફોટો જોયા અને જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર નવલ ઠક્કર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ મામલે આવું પણ જાણવા મળ્યું છે કે ભવિષ્યમાં પણ યુવતી ફરિયાદ કરે તો બચી શકાય તે માટે બિલ્ડર નવલ પટેલે યુવતી પાસે પત્રો લખાવ્યા હતા તે તેની મરજીથી શારીરિક સંબંધ બાંધે છે.

ગોત્રીના તેજસ ઠક્કરે નવલને મદદ કરી
વડોદરા પોલીસે બિલ્ડર નવલ ઠક્કરને ઇલોરાપાર્ક વિસ્તારમાંથી ઝડપી લઇ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં રિપોર્ટ પોઝીટિવ આવતા નવલને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ નવલને પોતાની કારમાં લઇ જઇ આશરો આપનાર તેજસ ઉર્ફે તપન ઉમેશકુમાર ઠક્કર (રહે. રાજપથ ડુપ્લેક્ષ, અપ્પુનગરની ગલીમાં, ગોત્રી, વડોદરા)ની પોલીસે અટકાયત કરી છે.