છેડતી:વડોદરાના સુભાનપુરામાં પાડોશી યુવકે અગાસીમાં ઉંઘી રહેલી બાળકીને અડપલા કર્યા, આરોપીની અટકાયત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આરોપી યુવકે દારૂના નશામાં બાળકીને અડપલા કર્યાં

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં પાડોશી યુવકે રાત્રે અગાસીમાં ઉંઘી રહેલી બાળકીને અડપલા કરતા તેની સામે પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઇ છે.

પોલીસે આરોપીની અટકાયત કરી ઘટના અંગે ગોરવા પોલીસ સ્ટેશનના PSI એસ.જી. શ્રીપાલે જણાવ્યું હતું કે, ગત 11 મે ના રોજ સુભાનપુરામાં મકાનની અગાસી પર ઉંઘી રહેલી બાળકીને પડોશી યુવક વંશ સંજયભાઇ રાજે અડપલા કર્યાં હતા. જેથી આ અંગે બાળકીની માતાએ આજે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી યુવકે દારૂના નશામાં બાળકીને અડપલા કર્યાં હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે. આ મામલે આરોપી વંશની અટકાયત કરી લેવામાં આવી છે અને કોરોના ટેસ્ટ બાદ તેની સત્તાવાર ધરપકડ કરવામાં આવશે.

પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો ગોરવા પોલીસ સ્ટેશનમાં વંશ રાજ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...