તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

છેડતી:સેવાસી પાસેના એપાર્ટમેન્ટમાં મહિલાની છેડતી

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક

સેવાસી પાસે પ્રાર્થના વિહાર એપાર્ટમેન્ટમાં રહીને મજૂરી કામ કરતી પરિણીતાને આ જ એપાર્ટમેન્ટમાં ટાઇલ્સ લગાવવાનું કામ કરતા મજૂરે હાથ પકડીને ખેંચી જવાની કોશિશ કરી હતી. મૂળ દાહોદની પરિણીતા તેના પતિ સાથે પ્રાર્થના વિહાર એપાર્ટમેન્ટની ખુલ્લી છતમાં રહીને આ જ અપાર્ટમેન્ટમાં મજૂરી કામ કરે છે. બે દિવસ પહેલાં આ યુવતી પાણી લેવા માટે છત પરથી ત્રીજા માળે જતી હતી ત્યારે ત્રીજા માળ ઉપર રાહુલ કલસિંગ નીનામા નામના ટાઇલ્સ નાખવાનું કામ કરતા મજૂરે તેને રોકીને હાથ પકડીને રૂમમાં ખેંચી જવાની કોશિશ કરી હતી, જેથી તેણે બૂમાબૂમ કરતાં રાહુલનો ભાઈ વિપુલ કલસિંગ નીનામા અને ભરત ભૂરા ભાભોર ગ્રાઉન્ડ ફ્લોર નીચેથી દોડતા-દોડતા ઉપર આવ્યા હતા. બંને જણાએ યુવતીને ગાલ ઉપર થપ્પડ મારી દીધી હતી. યુવતીએ બૂમાબૂમ કરતાં તેનો પતિ છત પરથી દોડી આવ્યો હતો, જેથી આ ત્રણેય જણા ભાગી છૂટ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો