સેવાયજ્ઞ:વડોદરામાં ટીમ રિવોલ્યુશન 40 દિવસથી ફૂટપાથવાસીઓને જમાડે છે, કાર્યકરે પોતાના હાથે શરબત પિવડાવ્યું તો વૃદ્ધે કહ્યું: 'અમારી સામે કોઇ જોતુ પણ નથી, ભગવાન તમારૂ ભલુ કરે'

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટીમ રિવોલ્યુશનના કાર્યકરે વૃદ્ધે લિંબુ શરબત પીધા બાદ કહ્યું કે, આ પરિસ્થિતિમાં અમારી સામે જોવાનુ તો દુર કોઇ ઉભુ પણ નથી રહેતું, ભગવાન તમારૂ ભલુ કરે - Divya Bhaskar
ટીમ રિવોલ્યુશનના કાર્યકરે વૃદ્ધે લિંબુ શરબત પીધા બાદ કહ્યું કે, આ પરિસ્થિતિમાં અમારી સામે જોવાનુ તો દુર કોઇ ઉભુ પણ નથી રહેતું, ભગવાન તમારૂ ભલુ કરે
  • ટીમ રિવોલ્યુશન દ્વારા લોકોને ભોજન, સરબત, પાણી, અને ચાની પણ નિઃશુલ્ક સેવા આપવામાં આવી રહી છે

રાજ્યમાં કોરોનાની બીજી લહેરના સંક્રમણમાં આંશિક રાહતના સંકેતો જોવા મળી રહ્યા છે. મહામારીમાં લોકો પોતાની સુરક્ષાને ધ્યાને રાખીને લોકોની સેવા કરે છે, ત્યારે વડોદરાની સેવાભાવી સંસ્થા ટીમ રિવોલ્યુશન દ્વારા રસ્તા ઉપર જીવન ગુજારતા લોકોને સેનિટાઇઝર અને માસ્કનું નિઃશુલ્ક વિતરણ અને વિટામીન સીથી ભરપુર લિંબુનું શરબત પીવડાવી રહ્યા છે. આ સંસ્થા છેલ્લા 40 દિવસથી ફૂટપાથવાસીઓ અને કોવિડ હોસ્પિટલોમાં સરબત અને જમવાની સેવા કરી રહી છે.

ફુટપાથ પર રહેતા લોકો સુધી પહોંચીને માસ્ક અને સેનિટાઇઝર આપ્યા
ટીમ રિવોલ્યુશનના અગ્રણી નિરવ ઠક્કર ફુટપાથ પર રહી એકલવાયું જીવન ગુજારતા લોકો સુધી પહોંચ્યા હતા. જ્યારે લોકો સલામત અંતર રાખીને અન્યોને મદદ કરવાનું પસંદ કરે છે. તેવા સમયે નિરવ ઠક્કર ફુટપાથ પર રહેતા લોકો સુધી પહોંચીને તેમને માસ્ક અને સેનિટાઇઝર આપ્યા હતા. અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને કેમ કરવો તેની સમજ આપી હતી. તથા તેઓ જાતે આવીને લિંબુનું શરબત પી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી તેમના સુધી જઇને તેમને શરબત પીવડાવ્યું હતું.

ટીમ રિવોલ્યુશન દ્વારા લોકોને ભોજન, સરબત, પાણી, અને ચાની પણ નિઃશુલ્ક સેવા આપવામાં આવી રહી છે
ટીમ રિવોલ્યુશન દ્વારા લોકોને ભોજન, સરબત, પાણી, અને ચાની પણ નિઃશુલ્ક સેવા આપવામાં આવી રહી છે

આજ સમય લોકોની ખરી સેવા કરવાનો છે
નિરવ ઠક્કરે જણાવ્યું હતું કે, આજ સમય લોકોની ખરી સેવા કરવાનો છે, જ્યારે લોકો ઘરની બહાર નિકળતા ડરે છે, ત્યારે રસ્તા પર રહેતા લોકોનું ધ્યાન રાખવા માટે અમે આગળ આવ્યા છીએ. જે લોકો સુધી જમવાનું, માસ્ક, સેનિટાઇઝર નથી પહોંચી રહ્યા, તેમના સુધી પહોંચાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. વૃદ્ધે લિંબુ શરબત પીધા બાદ કહ્યું કે, આ પરિસ્થિતિમાં અમારી સામે જોવાનુ તો દુર કોઇ ઉભુ પણ નથી રહેતું, ભગવાન તમારૂ ભલુ કરે.

બીજી લહેરમાં ઓછા લોકો સેવા કાર્ય માટે આગળ આવ્યા
કોરોનાની પ્રથમ લહેર વખતે લોકડાઉન લાગુ કરવાને કારણે અનેક પરિવારોનું જીવવું મુશ્કેલ બન્યું હતું. તેવા સમયે અનેક સેવાભાવી સંસ્થાઓ અને અગ્રણીઓ દ્વારા રાશન કિટ સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવી હતી, પરંતુ, કોરોનાની બીજી લહેરમાં અગાઉની સરખામણીએ ઓછા લોકો સેવા કાર્ય માટે આગળ આવ્યા હતા.

સંસ્થા છેલ્લા 40 દિવસથી ફૂટપાથવાસીઓ અને કોવિડ હોસ્પિટલોમાં સરબત અને જમવાની સેવા કરી રહી છે
સંસ્થા છેલ્લા 40 દિવસથી ફૂટપાથવાસીઓ અને કોવિડ હોસ્પિટલોમાં સરબત અને જમવાની સેવા કરી રહી છે

ટીમ રિવોલ્યુશન દ્વારા જમવાનું, પાણી, અને ચાની પણ નિઃશુલ્ક સેવા આપે છે
કોરોનાની બીજી જીવલેણ લહેરમાં વડોદરામાં સયાજી હોસ્પિટલ, GMERS ગોત્રી હોસ્પિટલ, સમરસ હોસ્પિટલ સહિત અનેક કોવિડ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી હતી. તેવા સમયે હોસ્પિટલની બહાર દર્દીઓના સગા ભર ઉનાળે તાપમાં બેસી રહેવા માટે મજબુર બન્યા હતા. કોરોનાની બીજી વેવમાં જ્યારે શહેરના હોસ્પિટલોમાં સૌથી વધારે દર્દીઓ દાખલ હતા, ત્યારે ટીમ રિવોલ્યુશન દ્વારા સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ તથા સમરસ કોવિડ કેર સેન્ટર બહાર ઠંડા લિંબુના શરબતનું નિઃશુલ્ક વિતરણ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારથી લઇને આજ દિવસ સુધી ટીમ રિવોલ્યુશન દ્વારા સતત 40 દિવસથી ઇમ્યુનિટી વર્ધક વિટીમીન સીથી ભરપુર લિંબુના શરબતનું વિતરણ કરવામાં આવે છે. શરબત સાથે ટીમ રિવોલ્યુશન દ્વારા જમવાનું, પાણી, અને ચાની પણ નિઃશુલ્ક સેવા આપવામાં આવી રહી છે.

કોરોનાની સારવારમાં જરૂરી વસ્તુઓનું દાતાઓના સહારે ડોનેશન આપ્યું
કોરોના કાળમાં ટીમ રિવોલ્યુશનના અગ્રણી સ્વેજલ વ્યાસ, નિરવ ઠક્કર સહિતના આગેવાનો દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા. વડોદરા શહેરમાં નિઃશુલ્ક ભોજન આપવાથી લઇને શહેરમાં કોરોનાના દર્દીઓના મૃત્યુ બાદ તેમના અસ્થિ હરિદ્વાર પવિત્ર ગંગા નદીમાં વિસર્જન કરવા સુધી વિવિધ સેવાકીય કાર્યો કર્યા હતા. ટીમ રીવોલ્યુશન દ્વારા અનેક સેવાભાવી લોકો સાથે મળીને કોરોનાની સારવારમાં જરૂરી ચીજ વસ્તુઓનું દાતાઓના સહારે ડોનેશન પણ આપ્યું હતું.

ઇમ્યુનિટી વર્ધક વિટીમીન સીથી ભરપુર લિંબુના શરબતનું વિતરણ કરવામાં આવે છે
ઇમ્યુનિટી વર્ધક વિટીમીન સીથી ભરપુર લિંબુના શરબતનું વિતરણ કરવામાં આવે છે
અન્ય સમાચારો પણ છે...