તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Team Revolution Gave 1 Liter Of Petrol Free To 'Vande Mataram, Bharat Matani Jai' Speakers, People Including BJP Workers Lined Up In Vadodara

મફત પેટ્રોલે ભાજપને દઝાડ્યું:ભાવવધારાના વિરોધમાં ભાજપનો ખેસ કે કાર્ડ લઇને આવનારને ફ્રી પેટ્રોલની ઓફર કરાતાં સવારથી લાઇન લાગી

વડોદરા3 મહિનો પહેલા
  • ખેસ પહેરીને આવેલા ભાજપના કાર્યકરો સહિત 300 લોકોને ટીમ રિવોલ્યુશને 1 લિટર પેટ્રોલ આપ્યું હતું
  • ભાજપનો કાર્યકર કહે છે કે, મોંઘવારીને કારણે હું મફત પેટ્રોલ ભરાવવા આવ્યો છું. નોકરી છૂટી ગઇ છે, કોઇ આવક નથી

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ સામે વિરોધ કરવા ટીમ રિવોલ્યુશને ભાજપનો ખેસ પહેરીને કેે કાર્ડ લઇ આવનારને ફ્રી પેટ્રોલ આપવાની કરાયેલી ઓફરમાં દોઢ કલાકમાં 310 લોકોએ કૂપન મેળવી હતી. કેટલાક લોકો ભાજપનું કાર્ડ લઇને જયારે એક કાર્યકર ભાજપનો ખેસ પહેરીને આવ્યા હતા. સામાન્ય લોકોને વંદેમાતરમ અને ભારત માતાની જય બોલાવ્યા બાદ ફ્રી પેટ્રોલની કૂપન અપાઇ હતી. આ નોખા વિરોધનો કાર્યક્રમ ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

સોમવારે સવારે 10:30 વાગ્યાથી જ લોકો પેટ્રોલપંપની બહાર મફત પેટ્રોલ લેવા લાઈનમાં ઊભા રહી ગયા હતા. સંસ્થા દ્વારા દરેકને ગુલાબનું ફૂલ અને રૂા.100ની પેટ્રોલની કૂપન અપાતી હતી. સંસ્થાએ દોઢ કલાકમાં 310 લોકોને રૂા.31 હજારનું પેટ્રોલ મફત આપ્યું હતું. સંસ્થા દ્વારા અનોખા વિરોધ પ્રદર્શનમાં શરત રખાઇ હતી કે, ભાજપના કાર્યકરોએ ખેસ પહેર્યો હોય, ગાડી પર સ્ટીકર લગાવ્યું હોય કે કાર્ડ હોવું જરૂરી હતું. સામાન્ય લોકોને વંદેમાતરમ અને ભારત માતાની જય બોલાવ્યા બાદ ફ્રી પેટ્રોલની કૂપન અપાઇ હતી. ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે, 300 કૂપન વહેંચાઈ ગયા બાદ રોકડા 1 હજાર આપીને લોકોને પેટ્રોલ અપાયું હતું.દોઢ કલાકમાં 310 લોકોને 1-1 લિટર મફત પેટ્રોલ અપાયું હતું. ત્યારબાદ પંપના મેનેજરને રાજકીય દબાણ લાવી રવાના કરી દીધાનો વ્યાસે આક્ષેપ કર્યો હતો.

ભાજપનો ખેસ પહેરીને લોકો મફત પેટ્રોલ ભરાવવા માટે પહોંચી ગયા હતા
ભાજપનો ખેસ પહેરીને લોકો મફત પેટ્રોલ ભરાવવા માટે પહોંચી ગયા હતા

ભાજપના કાર્યકર કહે છે કે, મોંઘવારીના કારણે મફત પેટ્રોલ લેવા આવ્યો
મફત પેટ્રોલ લેવા માટે આવેલા ભાજપના કાર્યકર હર્ષદભાઇ શાહે જણાવ્યું હતું કે, મોંઘવારીને કારણે હું મફત પેટ્રોલ ભરાવવા માટે આવ્યો છું. મારી નોકરી છૂટી ગઇ છે, ત્રણ વર્ષથી ઘરે બેઠો છું. હવે મારી પાસે કોઇ આવક નથી. સરકાર પેટ્રોલનો ભાવ વધારી રહી છે, ત્યારે આ સંસ્થાએ સારૂ કામ કર્યું છે.

ખેસ પહેરીને આવેલા ભાજપના કાર્યકરો સહિત 300 લોકોને ટીમ રિવોલ્યુશને 1 લિટર પેટ્રોલ આપ્યું હતું
ખેસ પહેરીને આવેલા ભાજપના કાર્યકરો સહિત 300 લોકોને ટીમ રિવોલ્યુશને 1 લિટર પેટ્રોલ આપ્યું હતું

પેટ્રોલના ભાવવધારાથી જનતાની કમર તૂટી ગઈ છે
ટીમ રિવોલ્યુશન સંસ્થાના સ્વેજલ વ્યાસે જણાવ્યું કે, જ્યારે ભાજપ પાર્ટી સત્તા પર ન હતી ત્યારે પેટ્રોલમાં રૂા.1 નો ભાવ વધતો ત્યારે વિરોધ કરતી હતી. હવે ભાજપ સત્તા પર છે ત્યારે પેટ્રોલનો ભાવ રૂા. 95 સુધી પહોંચી જવા છતાં વિરોધ નથી થઈ રહ્યો. બીજી તરફ વિપક્ષ એટલો નબળો છે કે કોંગ્રેસ પણ એક શબ્દ નથી બોલી રહ્યો. પેટ્રોલના ભાવવધારાથી જનતાની કમર તૂટી ગઈ છે. આજે ગાડીઓ શો-કેશમાં મૂકવાનો વારો આવ્યો છે, ત્યારે ટીમ રિવોલ્યુશન દ્વારા સુભાનપુરા હાઈટેન્શન રોડના ઈન્ડિયન ઓઈલના પેટ્રોલપંપ પર આજે અનોખી રીતે પેટ્રોલના ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો છે.

ભાજપના કાર્યકરો સહિત લોકોએ પેટ્રોલ ભરાવવા માટે લાઇનો લગાવી દીધી હતી
ભાજપના કાર્યકરો સહિત લોકોએ પેટ્રોલ ભરાવવા માટે લાઇનો લગાવી દીધી હતી

ભાજપનો ખેસ પહેરીને લોકો મફત પેટ્રોલ લેવા માટે આવ્યા
સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે, લોકોને 1 લિટર પેટ્રોલ મફત આપવામાં આવ્યું છે. જેમાં ભાજપનો ખેસ પહેરીને કેટલાક લોકો મફત પેટ્રોલ લેવા માટે આવ્યા હતા. આ બાબતની પ્રેરણા અમને ભાજપના સી.આર. પાટીલ પાસેથી મળી છે. કોરોના દરમિયાન રેમડેસિવિર નહોતાં મળતાં ત્યારે પાટીલ મફતમાં ઈન્જેકશન આપતા હતા. તેમની પાસેથી પ્રેરણા લઈને અમે તેમની પાર્ટીના ભાજપના કાર્યકરો-નેતાઓને મફતમાં પેટ્રોલ આપ્યું છે.

ખેસ પહેરીને આવેલા ભાજપના કાર્યકરો, નેતાઓ તેમજ સામાન્ય નાગરિકોને 1 લિટર પેટ્રોલ મફત આપવામાં આવ્યું
ખેસ પહેરીને આવેલા ભાજપના કાર્યકરો, નેતાઓ તેમજ સામાન્ય નાગરિકોને 1 લિટર પેટ્રોલ મફત આપવામાં આવ્યું

બેફામ મોંઘવારીથી લોકોની કમર તૂટી
રહીશ હિમાલી જોષીએ કહ્યું- મફત પેટ્રોલ માટે લાઈન લગાવી ઊભેલા લોકોને જોઈને અંદાજ લગાવી શકાય છે કે, મોંઘવારીના પગલે લોકોના જીવન પર કેવી અસર પહોંચી છે. બેફામ વધતાં ભાવને કારણે અનાજ, દૂધ અને શાકભાજી મોઘાં થતાં લોકોની કમર તૂટી ગઈ છે.

આખા દેશમાં આવો વિરોધ થવો જોઈએ
રહીશ અનિલ પટેલે કહ્યું- પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ અને તેલના ભાવોમાં જંગી વધારો થતાં પ્રજા ત્રસ્ત બની છે. સંસ્થા દ્વારા મફત પેટ્રોલ પુરાવી આપી જે વિરોધ નોંધાવાયો છે, તે પ્રકારનો વિરોધ આખા દેશમાં થવો જરૂરી છે તો જ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે.

મફત પેટ્રોલ લેવા માટે મોટી સંખ્યમાં લોકોએ લાઇનો લગાવી દીધી
મફત પેટ્રોલ લેવા માટે મોટી સંખ્યમાં લોકોએ લાઇનો લગાવી દીધી
અન્ય સમાચારો પણ છે...