તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષકોમાં રોષ:આજથી સ્કૂલમાં વેકેશન છતાં શિક્ષકોએ જવું પડશે

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્રના આડેધડ નિર્ણય સામે શિક્ષકોમાં રોષ
  • માસ પ્રમોશન માટે પરિણામ તૈયાર કરવું પડશે

સ્કૂલોમાં વેકેશનની જાહેરાત છતાં શિક્ષકોએ પરિણામ તૈયાર કરવા જવું પડશે. માસ પ્રમોશન માટે પણ વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવું પડશે. રાજ્ય સરકાર કોઈપણ જાતના વિચાર કર્યા વગર અચાનક વેકેશન ની જાહેરાત કરી દેવામાં આવતા શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. મોટાભાગે 10 મેથી 11 જૂન સુધી ઉનાળુ વેકેશન હોય છે. 10 મે સુધીમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરી દેવામાં આવતા હોય છે.

ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે વિદ્યાર્થીઓ નો અભ્યાસક્રમ બાકી હતો અને ઓનલાઈન પરીક્ષાઓ તારીખો પણ જાહેર થઈ ગઈ હતી તેમ છતાં પણ માસ પ્રમોશન ની જાહેરાત કરવામાં આવી ત્યારબાદ તરત જ 3 મેથી ઉનાળુ વેકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માટે પણ વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલી એકમ કસોટી સહિતની પરીક્ષાઓના આધારે પરિણામ તૈયાર કરવાની સૂચના અપાઈ છે.

સરકાર દ્વારા કાગળ પર ઉનાળુ વેકેશન ની જાહેરાત કરી દેવામાં આવી છે જોકે શિક્ષકોએ હજુ 10 દિવસ સુધી પરિણામ તૈયાર કરવાની કામગીરીમાં જોતરાયેલા રહેવું પડશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પરીક્ષા નથી આપી છેલ્લે સરકારની ગાઇડ પ્રમાણે ફરી થી ઓનલાઈન પરીક્ષા લેવાની થશે ત્યારબાદ તેમના પરિણામ તૈયાર કરીને જાહેર કરાશે. જેથી શિક્ષકો નું વેકેશન આ પ્રકારની કામગીરી માં પૂરું થઈ જશે. કોઈપણ જાતના વિચાર કર્યા વગર આડેધડ શિક્ષણ ને લગતા નિર્ણય લેવાના કારણે શિક્ષણવિભાગ સામે શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો