એજ્યુકેશન:શાળાનાં બાળકોને સર્જનાત્મક રીતે કુશળ બનાવવા માટે શિક્ષકોને તાલીમ અપાશે

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુરોપિયન યુનિયન દ્વારા MSUને 14 હજાર યુરોનું ફંડિંગ અપાશે
  • એજ્યુરીફોમ નામના ત્રણ વર્ષના પ્રોજેક્ટ પર કામ કરવામાં આવશે

યુરોપિયન યુનિયન દ્વારા મ.સ.યુનિવર્સિટીને 14 હજાર યુરો એટલે કે રૂા.1.41 કરોડનું ફંડિંગ અપાશે. જેમાં એજ્યુરીફોમ માધ્યમથી સ્કૂલના બાળકોને સર્જનાત્મક કુશળતા માટે શિક્ષકોને તાલીમ અપાશે. ચિતકારા યુનિવર્સિટીના સહયોગથી એમએસ.યુનિવર્સિટીએ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું છે. જેમાં ચિતકારા યુનિવર્સિટી દ્વારા સંકલિત, એજ્યુરીફોમ નામનો ત્રણ વર્ષનો પ્રોજેક્ટ પર કામ કરવામાં આવશે. જેમાં ચાર ભારતીય યુનિવર્સિટીઓ, 4 યુરોપીયન યુનિ તેમજ બે માધ્યમિક શાળાઓ અને એક એ સેમીઇ( લઘુ અને મધ્યમ ઉદ્યોગો) નો સમાવેશ થાય છે. એજ્યુરીફોમ અભ્યાસક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓની વિવેચનાત્મક, વિશ્લેષણાત્મક અને સર્જનાત્મક કુશળતાને તાલીમ આપવા ભવિષ્ય અને સેવામાં માધ્યમિક શાળાઓના શિક્ષકોને સશક્ત બનાવવાનો છે. પ્રોજેક્ટનો ઉદ્દેશ ભારતીય સમાજ પર ચોથી ઔદ્યોગિક ક્રાંતિની અસરને ઘટાડવાનો છે.

પ્રોજેક્ટમાં 11 ભાગીદાર યુનિ.માંની એક છે. યુરોપિયન યુનિયન દ્વારા એમ.એસ.યુનિ.ને દ્વારા કુલ રકમ 14000 યુરો મંજૂર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટમાં ભારત અને યુરોપની 11 ભાગીદાર યુનિ.નો સમાવેશ થાય છે. ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજીના ડીન પ્રો. આર.સી. પટેલ કો-ઓર્ડિનેટર તરીકે નિયુક્ત કરાયા છે. ઉપરાંત પ્રો. આશુતોષ બિસ્વાલ અને ડો. ભાવિન ચૌહાણનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટ માટે ઈનોવેશન મેનેજર તરીકે અનુષ્કા ઢિલ્લિોનની નિમણૂક કરાઈ છે. મહારાજા રણજીતસિંહ ગાયકવાડ ઇન્સ્ટિ. ઓફ ડિઝાઈન વિઝ્યુઅલ કોમ્યુનિકેશન ડિઝાઇનની વિદ્યાર્થિની રશ્મિ રાયસિંગીએ સ્પર્ધા જીતીને એજ્યુરીફોમ લોગોની પ્રમાણિત લેખિકા બની છે.

શિક્ષકોને ક્રિટિકલ એનાલિસિસ અને ક્રિટિકલ થિંકિંગ પ્રોજેક્ટ તૈયાર કરાશે
વર્તમાન સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બોલબાલા છે, જેને કારણે ભવિષ્યમાં માણસો માટે કામ મળવું મુશ્કેલ થશે. જેથી શિક્ષણ પધ્ધતિ બદલવી પડે તેમ છે. શિક્ષણમાં ક્રિટીકલ એનાલિસિસ અને ક્રિટિકલ થીંકીંગ જેવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે તો આગામી સમયમાં ઉપયોગી સાબિત થાય તેમ છે જેથી આ ગ્રાન્ટનો ઉપયોગ થી શિક્ષણ પદ્ધતિમાં શું ફેરફાર કરી શકાય તેના ટુલ તૈયાર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...