કામગીરી:અધ્યાપકો, વિદ્યાર્થીઓ, કર્મીઓએ, રવિવારે અંગ્રેજી વિભાગની સફાઇ કરી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિ.માં સપ્ટેમ્બરમાં નેક કમિટી પહેલાં મોક રાઉન્ડ થશે
  • ​​​​​​​25 કિલો ​​​​​​​જૂની ફાઇલો, કાગળો, ભંગાર અને વેસ્ટ કાઢવામાં આવ્યો

એમ.એસ.યુનિવર્સિટીમાં સપ્ટેમ્બરમાં આવનારી નેક કમીટી પહેલા મોક રાઉન્ડ યોજવામાં આવશે. જેના પગલે રવિવારની રજા હોવા છતાં આર્ટસ ફેકલ્ટીના અંગ્રેજી વિભાગના હેડ,અધ્યાપકો,કર્મચારીઓ,વિદ્યાર્થીઓએ ડિપાર્ટમેન્ટમાં સફાઇ કરી શ્રમદાન કર્યું હતું. જૂની ફાઇલો,કાગળો,ભંગાર સામાન મળીને 25 કિલો વેસ્ટ કાઢવામાં આવ્યો હતો.

યુનિવર્સિટીમાં નેકની કમીટી સપ્ટેમ્બર મહિનામાં આવવાની છે જો કે તે પહેલા ઓગષ્ટ મહિનામાં 17,18 અને 19 તારીખે યુનિવર્સિટી દ્વારા મોક રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. જેના આયોજનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 7 ઓગષ્ટ રવિવારની રજા હોવા છતાં પણ આર્ટસ ફેકલ્ટીના અંગ્રેજી વિભાગના હેડ પ્રો.હિતેશ રવિયાની આગેવાનીમાં ડિપાર્ટમેન્ટના અધ્યાપકો,કર્મચારીઓ અને પીએચડીના વિદ્યાર્થીઓએ શ્રમદાન કર્યું હતું.

રજા સીવાયના દિવસોમાં પ્રવેશ કાર્યવાહી થી લઇને અભ્યાસ કરાવવાનું ભારણ હોવાના પગલે કામગીરી કરી શકાતી ના હોવાથી રવિવારની રજાના દિવસે ડિપાર્ટમેન્ટની સાફ સફાઇનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રો.હિતેશ રવિયાએ જણાવ્યું હતું કે નેકની કમીટી આવે તેના પહેલા મોક રાઉન્ડની તૈયારીના ભાગરૂપે રવિવારની રજા હોવા છતાં પણ અંગ્રેજી વિભાગે સાફ સફાઇની કામગીરી કરીને જૂનો વેસ્ટ કાઢયો હતો. તમામ લોકો સફાઇની કામગીરીમાં જોડાયા હતા. 9મી ઓગષ્ટના દિવસે પણ જાહેર રજા હોવાથી તે દિવસે પણ સફાઇની કામગીરી કરવામાં આવનાર હોવાનું તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...