શાળા સંચાલકોની સૂચના:શિક્ષકો રાજકીય-ધાર્મિક ટિપ્પણીથી દૂર રહે

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાર્થ સ્કૂલના શિક્ષકે ઓનલાઇન લેકચરમાં બફાટ કર્યા બાદ તાકીદ
  • કોઇની લાગણી ન દુભાઇ તે પ્રકારે વર્તાવ કરવાની પણ શીખ અપાઇ

પાર્થ સ્કૂલના સ્કૂલના શિક્ષકે ઓનલાઇન કલાસમાં ગાંધીજી-નહેરૂ વિરુધ્ધ કેરલા બફાટ બાદ શહેરની શાળાઓમાં શિક્ષકોને કોઇને લાગણી ના દુભાઇ તે પ્રકારે વર્તાવ કરવાની સૂચનો આપવામાં આવી છે. પાઠય પુસ્તકની બહારની કોઇ પણ વસ્તુઓ પર ચર્ચા નહી કરવા તથા કોઇ પણ રાજકીય - ધાર્મીક લાગણી દુભાઇ તેવી ટીપ્પણી નહિ કરવાની શાળા સંચાલકોની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ શાળાઓ એલર્ટ થઇ ગઇ છે.

પાર્થ સ્કૂલમાં ધો.8થી 10ના વિદ્યાર્થીઓના ઓનલાઇન શિક્ષણમાં શિક્ષક રાજ ભટ્ટે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે ગાંધીજી અને નેહરુની મિલીભગત હતી. ગાંધીજી સ્વદેશી-સ્વદેશી કરતા હતા અને નેહરુ વિદેશી-વિદેશી કરતા હતા. જેના પગલે વિવાદ ઉભો થયો છે ત્યારે શહેરની અન્ય સ્કૂલો ચેતી ગઇ છે અને તેમની સ્કૂલોમાં અભ્યાસ કરાવતા શિક્ષકોને સૂચનાઓ આપવામાં આવી છે. જેમાં કોઇને લાગણી ના દુભાઇ તે પ્રકારે વર્તાવ કરવાની સૂચનો અપાઇ છે. પાઠય પુસ્તકની બહારની કોઇ વસ્તુ પર ચર્ચા નહી કરવા તથા રાજકીય - ધાર્મિક લાગણી દુભાઇ તેવી ટીપ્પણી નહિ કરવાની શાળા સંચાલકોએ સૂચના આપી છે.

શિક્ષકો રાજકીય વિચારધારા બાળકો સમક્ષ ન દર્શાવે
શૈક્ષણિક સંસ્થાઓ બિનરાજકીય સંસ્થાઓ તરીકે વર્તાવ કરવો જોઇએ. સંચાલક કે શિક્ષક કોઇ પણ રાજકીયપક્ષમાં માનતા હોય તેના વિચારો શાળા કેમ્પસમાં બાળકો સમક્ષ લાવવા જોઇએ નહિ. શાળા સંચાલક મંડળ દ્વારા દરેક શાળાના સંચાલકોને વિનંતી કરાઇ છે કે શિક્ષકોને લેખિતમાં સૂચના આપવામાં આવે કે રાજકીય, ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક કે સંસ્કૃતિક કોમેન્ટ કરવામાં ના આવે. > આર.સી.પટેલ, પ્રમુખ, શાળા સંચાલક મંડળ

પાર્થ સ્કૂલના શિક્ષકની સામે દેશદ્રોહનો ગુનો નોંધો : કોંગ્રેસ
​​​​​​​રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના ઇતિહાસને તોડી મરોડીને રજૂ કરી કરનાર પાર્થ સ્કૂલના શિક્ષક સામે શહેર કોંગ્રેસે જિલ્લા કલેકટરને ઉગ્ર રજૂઆતો કરી હતી. ઇતિહાસ જોડે ચેડા કરી વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ વિરોધનો પાઠ ભણાવતા શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને તેના પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને પૂર્વ પ્રધાનમંત્રી જવહારલાલ નહેરુ સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ દેશદ્રોહનો કેસ કરવામાં આવે તેવી વડોદરા શહેર કોંગ્રેસે માંગણી કરી હતી. કોંગ્રેસ દ્વારા

શિક્ષક રાજ ભટ્ટને સસ્પેન્ડ કરાયો
​​​​​​​પાર્થ સ્કૂલના સમાજીક વિજ્ઞાનના શિક્ષક રાજ ભટ્ટે ગાંધીજી અને નહેરૂ સામે ઓનલાઇન કલાસમાં વિવાદિત નિવેદેનબાજી કરતા ભારે વિવાદ થયો છે. સ્કૂલ દ્વારા ગઇકાલે શિક્ષકને નોટીસ આપવામાં આવી હતી. બુધવારે શાળા દ્વારા શાળાની શાખને બદનામ કરનાર શિક્ષક રાજ ભટ્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...