તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Teachers Of Vadodara's Sim Joshipura School Teach 188 Students By Going To The Farm, Teachers Provide An Example Of Devotion To Duty Through Gyan Yajna

શાળા બંધ, પણ શિક્ષણ ચાલુ:વડોદરાની સીમ જોશીપુરા સ્કૂલના શિક્ષકો 188 વિદ્યાર્થીને ખેતરમાં જઇને ભણાવે છે, શિક્ષકોએ જ્ઞાનયજ્ઞ દ્વારા ફરજ નિષ્ઠાનું ઉદાહરણ પુરૂ પાડ્યું

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
સીમ જોશીપુરા પ્રાથમિક શાળાના શિક્ષકોએ ગામના 188થી વધુ વિધાર્થીઓને ઘરે ઘરે, શેરીએ શેરીએ જઈ શિક્ષણ આપવાનો જ્ઞાનયજ્ઞ આદર્યો છે - Divya Bhaskar
સીમ જોશીપુરા પ્રાથમિક શાળાના શિક્ષકોએ ગામના 188થી વધુ વિધાર્થીઓને ઘરે ઘરે, શેરીએ શેરીએ જઈ શિક્ષણ આપવાનો જ્ઞાનયજ્ઞ આદર્યો છે
  • કૂવાને પ્યાસા સુધી લઇ જવા જેવો વ્યાયામ ખંતીલા શિક્ષકો કરી રહ્યા છે

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની ડબકા ગૃપ તાબાની સીમ જોશીપુરા પ્રાથમિક શાળાના શિક્ષકોએ ગામના 188થી વધુ વિધાર્થીઓને ઘરે ઘરે, શેરીએ શેરીએ જઈ શિક્ષણ આપવાનો જ્ઞાનયજ્ઞ આદર્યો છે. કોરોના કાળમાં ટીવી કે સ્માર્ટફોન જેવી સુવિધા ન ધરાવતા વિદ્યાર્થીઓને જ્ઞાનસેતુ કાર્યક્રમ હેઠળ બાળકોને શિક્ષણ મળે તે માટે શિક્ષકો હોમ લર્નિંગ દ્વારા બાળકોને શિક્ષણ આપી રહ્યા છે.

વિધાર્થીઓને શેરીએ શેરીએ ફરી શિક્ષકો શિક્ષણ આપી રહ્યા છે
સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીના કારણે હાલ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને મહાશાળાઓમાં બંધ છે, પણ શિક્ષણ નહી. આ પરિસ્થિતિમાં પ્રાથમિક શાળાના બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ગામમાં અનેક એવા વિધાર્થીઓ છે જેમના ઘરમાં ટીવી કે સ્માર્ટ ફોન નથી. આવા બાળકોના અભ્યાસ અર્થે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાનસેતુ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા ગામમાં સવારના સમય દરમિયાન એક સાથે 9 જેટલી જગ્યાએ જેમ કે ખેતરો, શેરીઓ, મહોલ્લાઓમાં શાળાના શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અંદાજે 188 ઉપરાંત વિધાર્થીઓને શેરીએ શેરીએ ફરી શિક્ષકો શિક્ષણ આપી રહ્યા છે.

ટીવી કે સ્માર્ટફોન જેવી સુવિધા ન ધરાવતા વિદ્યાર્થીઓને જ્ઞાનસેતુ કાર્યક્રમ હેઠળ બાળકોને શિક્ષણ મળે તે માટે શિક્ષકો હોમ લર્નિંગ દ્વારા બાળકોને શિક્ષણ આપે છે
ટીવી કે સ્માર્ટફોન જેવી સુવિધા ન ધરાવતા વિદ્યાર્થીઓને જ્ઞાનસેતુ કાર્યક્રમ હેઠળ બાળકોને શિક્ષણ મળે તે માટે શિક્ષકો હોમ લર્નિંગ દ્વારા બાળકોને શિક્ષણ આપે છે

કામગીરીમાં વાલીઓનો પણ સહયોગ સાંપડી રહ્યો છે
બીજા ધોરણમાં પ્રવેશેલી અદિતિ પોતાની કાલીઘેલી ભાષામાં કહે છે કે, કોરોનાને લીધે શિક્ષકો ઘરે ભણાવવા આવે છે. ગીતો વાર્તાઓ સંભળાવે છે, મને વાંચતા પણ આવડી ગયું છે. સીમ શાળાના શિક્ષક કનુભાઈ જાદવ કહે છે કે, ગામની ધો.1 થી8ના બાળકોને શિક્ષકો દ્વારા શેરી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ડબકા પ્રાથમિક શાળાના શિક્ષક ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, અમારા ગૃપની તમામ શાળાઓમાં ચાલતી આ કામગીરીમાં વાલીઓનો પણ સહયોગ સાંપડી રહ્યો છે.

188 ઉપરાંત વિધાર્થીઓને શેરીએ શેરીએ ફરી શિક્ષકો શિક્ષણ આપી રહ્યા છે
188 ઉપરાંત વિધાર્થીઓને શેરીએ શેરીએ ફરી શિક્ષકો શિક્ષણ આપી રહ્યા છે

શિક્ષકો કોરોના ગાઇડલાઇનના પાલન સાથે શિક્ષણ આપી રહ્યા છે
જ્યારે કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા ત્યારે ઓનલાઈન શિક્ષણ સિવાય કોઈ રસ્તો ન હતો પણ પાદરા તાલુકાના આ ગામના શિક્ષકોએ ઘરે ઘરે જઈને બાળકોને શિક્ષણ આપી પોતાના જ્ઞાનયજ્ઞ દ્વારા ફરજ નિષ્ઠા સાથે પોતાનો કર્તવ્ય પરાયણતા અદા કરી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ડબકા સહિત પરા અને સીમ વિસ્તારની શાળાઓમાં શિક્ષકો શેરીએ શેરીએ જઈ કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે કોરોના ગાઇડલાઇનના પાલન સાથે શિક્ષણ આપી રહ્યા છે.

કોરોનાને લીધે શિક્ષકો ઘરે ભણાવવા આવે છે. ગીતો વાર્તાઓ સંભળાવે છે
કોરોનાને લીધે શિક્ષકો ઘરે ભણાવવા આવે છે. ગીતો વાર્તાઓ સંભળાવે છે

શિક્ષકોના અથાક પ્રયત્નોથી બાળકો જીવન ઘડતરનો એકડો બગડો શીખી રહ્યા છે
ગ્રામ્ય વિસ્તારમાં જે બાળકો ધો.1માં પ્રવેશ મેળવ્યો છે અને કોરોનાના કારણે શાળામાં પણ જઈ શક્યા નથી એવા બાળકો પણ આ જ્ઞાનસેતુ કાર્યક્રમ અંતર્ગત શાળાના શિક્ષકોના અથાક પ્રયત્નોથી જીવન ઘડતરનો એકડો બગડો શીખી રહ્યા છે.

ગૃપની તમામ શાળાઓમાં ચાલતી આ કામગીરીમાં વાલીઓનો પણ સહયોગ સાંપડી રહ્યો છે
ગૃપની તમામ શાળાઓમાં ચાલતી આ કામગીરીમાં વાલીઓનો પણ સહયોગ સાંપડી રહ્યો છે
અન્ય સમાચારો પણ છે...