તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Teacher Killed Nurse Wife, Who Was On His Way To Work At Gotri Hospital In Vadodara, Was Chased And Killed In A Superstitious Relationship

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યા:વડોદરામાં ગોત્રી હોસ્પિટલમાં નોકરીએ જવા નીકળેલી નર્સની શિક્ષક પતિએ ફિલ્મી ઢબે પીછો કરી હત્યા કરી

વડોદરા4 મહિનો પહેલા
માતાની હત્યાથી બે સંતાન માતાવિહોણા અને પિતા જેલમાં. - Divya Bhaskar
માતાની હત્યાથી બે સંતાન માતાવિહોણા અને પિતા જેલમાં.
  • મહિલા મોડી રાત્રે પોતાના એક્ટિવા ઉપર નોકરીએ જવા માટે નીકળી હતી
  • માથામાં ફટકો મારી મોતને ઘાટ ઉતારી દેતાં પોલીસે પતિની ધરપકડ કરી

શહેરની ગોત્રી કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલાના માથામાં શિક્ષક પતિએ ફટકો મારી મોતને ઘાટ ઉતારી દેતાં પોલીસે હત્યારા પતિની મોડી રાત્રે ધરપકડ કરી હતી. મહિલા મોડી રાત્રે પોતાના એક્ટિવા ઉપર નોકરી જવા માટે નીકળી હતી. એ સમયે ન્યૂ વી.આઇ.પી. રોડ ઉપર પતિએ ફિલ્મી ઢબે પીછો કરી હુમલો કર્યો હતો. પત્નીના આડા સંબંધના વહેમમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની વિગતો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.

લાશ લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી
શહેરના આજવા રોડ ઉપર આવેલા અમરદીપ હોમ્સમાં શિલ્પાબહેન જયેશભાઇ પટેલ (ઉં.39) પરિવાર સાથે રહેતાં હતાં. તેમને બે સંતાન છે. શિલ્પાબહેન મેન્ટલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતાં હતાં. છેલ્લા કેટલાક સમયથી તેમને ગોત્રી કોવિડ હોસ્પિટલમાં ફરજ સોંપવામાં આવી હતી. ગત રાત્રે તેઓ ઘરેથી પોતાનું એક્ટિવા લઇને નોકરી જવા માટે નીકળ્યાં હતાં. દરમિયાન તેમની લાશ લોહીલુહાણ હાલતમાં ન્યૂ વી.આઇ.પી. રોડ વૈકુંઠ-2 સોસાયટીના દરવાજા પાસેથી મળી હતી. મહિલાની લાશ મળી હોવાની જાણ હરણી પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. જે-તે સમયે પોલીસે લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.

એક્ટિવા પર જતી પત્નીનો પીછો કરી પતિએ મોતને ઘાટ ઉતારી.
એક્ટિવા પર જતી પત્નીનો પીછો કરી પતિએ મોતને ઘાટ ઉતારી.

પત્નીને પતિના આડા સંબંધના વહેમમાં ઝઘડા થતાં હતા
દરમિયાન પોલીસને મહિલાની હત્યા થઇ હોવાની પ્રાથમિક વિગતો મળતાં તપાસ શરૂ કરી હતી, જેમાં મહિલા આજવા રોડ ઉપર આવેલા અમરદીપ હોમ્સનાં રહેવાસી અને ગોત્રી કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતાં હોવાની વિગતો મળી હતી. મહિલાનું નામ ખૂલ્યા બાદ પોલીસે વધુ તપાસ કરતાં પત્નીને તેના પતિના આડા સંબંધના વહેમમાં અવારનવાર ઝઘડા થતાં હોવાનું જાણવા મળ્યું હતું. આ ઝઘડો આખરે હત્યા સુધી પહોંચ્યો હતો.

મહિલાની લાશ લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી.
મહિલાની લાશ લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી.

નર્સનું સ્થળ પર જ મોત થયું
શિલ્પાબહેન રાત્રે ઘરેથી પોતાનું એક્ટિવા લઇને નોકરી જવા માટે નીકળ્યાં હતાં. એ દરમિયાન પતિ જયેશ પટેલે પીછો કર્યો હતો અને ન્યૂ વી.આઇ.પી. રોડ વૈકુંઠ-2 સોસાયટી પાસેથી પત્નીના માથામાં પાછળથી બોથડ પદાર્થનો ફટકો મારી ફરાર થઇ ગયો હતો. ચાલુ એક્ટિવા ઉપર શિલ્પાબહેનને માથામાં ફટકો વાગતાં જ તેઓ સ્થળ પર ફસડાઇ પડ્યા હતા અને સ્થળ પર મોતને ભેટ્યા હતા. પોલીસે મોડી રાત્રે જ પત્નીની હત્યા કરનારા શિક્ષક પતિ જયેશ પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ગોત્રી હોસ્પિટલનો સ્ટાફ પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો છે.

આરોપી પતિની પોલીસે ધરપક઼ડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી પતિની પોલીસે ધરપક઼ડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ સીઆરસીમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો પતિ રસ્તામાંથી પત્નીને કારમાં બેસાડી સાથે લઇ ગયો
શુક્રવારે સાંજે તકરાર થયા બાદ પત્ની નોકરી પર જવા નીકળી ત્યારે તે તેની સાથે ગયો હતો અને વૈકુંઠ-2 પાસે પત્નીનું એકટીવા પાર્ક કરાવી કામ છે તેમ જણાવી તેને કારમાં બેસાડ્યા બાદ કાર લઈને તે પાંજરાપોળ તરફ ગયો હતો અને ત્યાં કાર ઉભી રાખી બાજુમાં બેઠેલી પત્નીનું ગળું દબાવી તથા માથામાં બોથડ પદાર્થ ફટકારી હત્યા કરી હતી ત્યારબાદ તે કાર લઇને પરત આવ્યો હતો અને જ્યાં એકટીવા પાર્ક કર્યું હતું તે સ્થળે પત્નીની લાશ ફેંકી તે જતો આજવા ચોકડી તરફ જતો રહ્યો હતો હરણી પોલીસે આ મામલે જયેશ પટેલની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી. ગોત્રી હોસ્પિટલના કોરોના વોર્ડમાં ફરજ બજાવતી નર્સ નું મૃત્યુ થતાં ગોત્રી હોસ્પિટલ તથા સયાજી હોસ્પિટલ અને મેન્ટલ હોસ્પિટલમાં ફરજ બજાવતો નર્સિંગ સ્ટાફ એસએસજી હોસ્પિટલમાં પીએમ રૂમ પાસે શનિવારે સવારે એકત્ર થયો હતો .પોતાની સાથી કોરોના વોરિયરનું મોત થતાં નર્સીંગ સ્ટાફ સ્તબ્ધ જણાતો હતો.

ટુર પર ગયેલા શિલ્પા અને જયેશની ફાઈલ તસવીર.
ટુર પર ગયેલા શિલ્પા અને જયેશની ફાઈલ તસવીર.

એક વર્ષથી સતત ઝઘડા થતાં મતભેદો વધ્યા હતા
મૃતક શિલ્પાબેનના ભાઈ પિયુષ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે શિલ્પાના લગ્ન 1999માં ગામ જ જયેશ રમેશ પટેલ સાથે થયા હતા. તેમને સંતાનમાં 16 વર્ષની પુત્રી અને નવ વર્ષનો પુત્ર છે. બનેવી જયેશ પટેલ આણંદ સી.આર.સી માં શિક્ષક તરીકે નોકરી કરે છે. બહેન અગાઉ મેન્ટલ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કર્યા બાદ કોરોનાને પગલે ડેપ્યુટેશન પર ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી. એક વર્ષ પહેલા બહેને ફોન કરીને જણાવ્યું હતું કે તેનો પતિ જયેશ નાની નાની વાતોમાં તેની સાથે ઝઘડો કરે છે અને મારે છે. જેથી ઘરે જઇ બંનેને સમજાવ્યા હતા. જો કે 1 વર્ષથી સતત ઝઘડા થતાં બંને વચ્ચે મતભેદો વધ્યા હતા. અવારનવાર તેમની બહેન આ બાબતે ફોન કરીને જણાવતી હતી.

પેટના ભાગે પણ લોહીના ડાઘ મળ્યા, પતિએ હત્યા કબૂલી
વૈકુંઠ-2ના ગેટ પાસે લાશ પડી હોવાનું જણાતા હરણી પોલીસની ટીમ પહોંચી હતી જ્યાં અગાઉથી તેનો પતિ જયેશ પટેલ પણ હાજર હતો અને તે સતત રડતો હતો પત્નીનું મોપેડ સ્લીપ થઇ જવાના કારણે તેનું મોત થયું હોવાનું જણાવી તે સતત રડતો હતો. પોલીસની નજર તેની એક આંગળી પર જતાં તેમાં લોહીના ડાઘા જોવા મળ્યા હતા. જેથી પોલીસ સ્ટેશન લાવી તપાસ કરતા તેના પેટના ભાગેથી પણ લોહીના ડાઘા મળ્યા હતા. આજવા ચોકડી પડેલી કારની તલાશી લેતા કારની સીટ પરથી લોહીના ડાઘા મળ્યા હતા. પૂછપરછ કરાતા તે ભાંગી પડયો હતો.

લાશ મળ્યાનો ફોન આવતાં પતિએ કહ્યું, હું આજવા રોડ પર ફસાયો છું
પત્નીની લાશ વૈકુંઠ-2 પાસે ફેંકી દીધા બાદ જયેશ કાર લઈને આજવા ચોકડી ગયો હતો અને ત્યાં કારના ફ્યુઝ કાઢી લીધા હતા. આઠેક વાગ્યાના અરસામાં મહિલાની લાશ જોવા મળ્યા બાદ ટોળું એકત્ર થયું હતું ત્યાં સોસાયટીના રહીશો પૈકી અમુક જણા મહિલાને ઓળખી ગયા હતા. તેમણે જયેશ પટેલને ફોન કર્યો હતો કે તમારી પત્નીની લાશ પડી છે, જેથી જયેશ પટેલે રડવાનો ઢોંગ કરી હું આજવા ચોકડી ફસાયો છું મારી કાર બંધ પડી છે તમે મને આવીને લઈ જાઓ તેમ જણાવતા કેટલાક લોકો તેને લેવા ગયા હતા અને તેમની સાથે પત્નીની લાશ પાસે પરત આવ્યો હતો.

વૈકુંઠ-2 સોસાયટીના એક મકાનમાં લગાવેલા સીસીટીવી ફૂટેજમાં શુક્રવારે સાંજે 7. 51 મિનિટે એક કાર જતી દેખાય છે
વૈકુંઠ-2 સોસાયટીના એક મકાનમાં લગાવેલા સીસીટીવી ફૂટેજમાં શુક્રવારે સાંજે 7. 51 મિનિટે એક કાર જતી દેખાય છે

પત્નીના અકસ્માતનું નાટક કર્યું
પોલીસ જ્યારે પહોંચી ત્યારે જયેશ પત્નીની લાશ પાસે સતત રડતો હતો પણ તે ઓવર એક્ટિંગ કરતો હોવાનું પોલીસને લાગ્યું હતું તેણે પોલીસને એવુ જણાવ્યું હતું કે તેની પત્ની નોકરી પર જતી હતી ત્યારે આ સ્થળે અંધારૂ હોવાથીમોપેડ સ્લીપ થઇ જતાં તેની પત્ની પડી ગઈ હતી અને તેનું મૃત્યુ થયું હતું. જો કે પોલીસની પૂરપરછમાં આખરે તેને હત્યા કરી હોવાનું કબૂલી લીધું હતું.

CCTVમાં પતિની કાર બાદ 4 સેકન્ડમાં પત્નીનું એકટીવા દેખાયું
CCTVમાં પતિની કાર બાદ 4 સેકન્ડમાં પત્નીનું એકટીવા દેખાયું

CCTVમાં પતિની કાર પસાર થયા બાદ 4 સેકન્ડમાં પત્નીનું સ્કૂટર પાછળ દેખાયું
પોલીસે વૈકુંઠ-2 સોસાયટીના એક મકાનમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા શુક્રવારે સાંજે 7. 51 મિનિટે એક કાર જતી દેખાય છે અને તેની બિલકુલ પાછળ ચારથી 5 સેકન્ડના અંતરમાં મહિલા શિલ્પાબેન પણ મોપેડ લઈને જતા દેખાય છે. જેથી એટલું સ્પષ્ટ થયું હતું કે આ મકાનના સીસીટીવી કેમેરા સુધી શિલ્પાબેન જીવીત હતા અને ત્યાર પછી 200 થી 300 મીટરના અંતરમાં અજુગતુ બન્યું હતું. પત્નીને વૈકુંઠ-2 સોસાયટી પાસેથી બેસાડી પાંજરાપોળ લઈ જઇ હત્યા કર્યા બાદ લાશને વૈકુંઠ-2 પાસે ફેંકી હતી અને ત્યાર બાદ પતિ જયેશ કાર લઈને આજવા ચોકડી ગયો હતો આ અડધો કલાકના ગાળામાં પતિ જયેશ સતત 20 કિલોમીટર સુધી ફરતો રહ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો