નિઝામપુરાના સંકુલ એન્ડ રિસોર્સ સેન્ટર ખાતે શહેરની 37 સ્કૂલોમાં ભણતા 79 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી વિવિધ વિષયોમાં પોતાની સામાન્ય બાળકો સાથેની શાળામાં શીખતા સમયે નડતી મુશ્કેલીઓના ઉકેલ માટે દરરોજ બે કલાક આવે છે. આ રિસોર્સ સેન્ટરમાં તેમને કમ્પ્યૂટરની તાલીમ આપતી 3 શિક્ષિકા સ્નેહા મોદી, સોનલ દરજી અને ભૂમિ સારોલિયાએ પોતાની આંખે પાટા બાંધી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી કેવો અનુભવ કરતા હશે અને કેવી મુશ્કેલી પડતી હશે તેનો જાત અનુભવ કર્યો હતો.
2 મહિનાની પ્રેક્ટિસ બાદ તેમણે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને ભણાવ્યા અને તેમણે ઝડપભેર શીખવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી તેઓ આ સેન્ટરમાં 100થી વધુ વિદ્યાર્થીઓને કમ્પ્યૂટર-મોબાઇલની તાલીમ આપી ચૂક્યાં છે.નિઝામપુરા ખાતે સંકુલ એન્ડ રિસોર્સ સેન્ટરમાં કમ્પ્યૂટર તાલીમના વર્ગ શરૂ થયા હતા. શિક્ષિકા પૈકી સ્નેહા મોદીએ વિશિષ્ટ વિદ્યાર્થીઓને શીખવવા સ્પે. બીએડ કર્યું છે.
ઉપરાંત ડિપ્લોમા ઇન વિઝ્યુઅલ ઇમ્પેઇરમેન્ટ નામનો કોર્સ કર્યો છે. તેઓ કહે છે કે, પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે સામાન્ય ફોનમાં ટોકબેક અને કમ્પ્યૂટર માટે એનવીડીએ (નોન વિઝ્યુઅલ ડેટા એક્સેસ) નામના સોફ્ટવેર્સ હોય છે. ટોકબેકમાં ઝડપથી સૂચના અપાતી હતી. જેથી ખબર પડતી નહોતી. તો વિદ્યાર્થીઓને કેવી રીતે સમજાવીએ? પછી અમે જ આ સિસ્ટમ શીખવાનું શરૂ કર્યું. શરૂઆતમાં આંખ બંધ રાખતા હતા પણ આંખ ખૂલી જ જતી હતી, તેથી છેવટે બ્લેક સ્ટ્રીપ બાંધવી પડી. ધીમે ધીમે ટોક બેકની સ્પીડ કંટ્રોલ કરી શકાય છે તે જાણ્યું.
સોફ્ટવેર શબ્દ અને લીટી પણ સંભળાવે છે
આ સોફ્ટવેર વિશેષ અક્ષર, શબ્દ અને લીટી પણ અલગથી સંભળાવી શકે છે. બે આંગળીઓ વડે ટેબ ઓપરેટ કરીને આઇકોન મળતા ડબલ સ્ટ્રોક કરતા તે ઓપન કે કાર્યરત થઇ જાય છે. સેન્ટરનાં ઇન્ચાર્જ પ્રોમિતા ઝાલપુરીએ કહે છે કે, ‘અમે સેન્ટરમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને જે કાંઇ શીખવીએ છીએ તેમાં આ શિક્ષકો માટે ટ્રેનિંગનો એક હિસ્સો છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.