તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોસ્ટ કોન્વોકેશન:જયારે જીવનમાં તક મળે ત્યારે એક વિદ્યાર્થીને ગુપ્ત દાન રૂપે ભણાવજો, યુનિવર્સિટીના 187 વિદ્યાર્થીઓને 285 ગોલ્ડ મેડલ એનાયત કરાયા

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરના અકોટા વિસ્તારમાં આવેલ સયાજી નગર ગૃહ ખાતે મ. સ. યુનિ.ના વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યાં હતાં. - Divya Bhaskar
શહેરના અકોટા વિસ્તારમાં આવેલ સયાજી નગર ગૃહ ખાતે મ. સ. યુનિ.ના વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યાં હતાં.
  • વિદ્યાર્થીઓને મુખ્ય અતિથિની મહત્વની શીખ
  • યુનિ.ના દરેક પૂર્વ વિદ્યાર્થીઓએ દરેક ક્ષેત્રમાં નામ કર્યું છે : પૂર્વ વિદ્યાર્થી સુુધીરકુમાર બીરાઇ

તમને જયારે જીવનમાં ચાન્સ મળે ત્યારે એક વિદ્યાર્થીને ગુપ્ત દાન રૂપે અભ્યાસ કરાવજો, દરેક વિદ્યાર્થી આ કરશે તો જરૂર બદલાવ આવી શકશે તેવું યુનિવર્સિટીના પોસ્ટ કોન્વોકેશન પ્રોગામમાં ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેલા બીટસ પીલાની ડાયરેકટર અને યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી સુધીરકુમાર બીરાઇએ તેમના પ્રવચનમાં ગોલ્ડ મેડાલીસ્ટ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. પોસ્ટ કોન્વોકેશન પ્રોગામમાં એમ.એસ.યુનિવર્સિટીના 187 વિદ્યાર્થીઓને 285 ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા.

સુધીર કુમાર બિરાઈ
સુધીર કુમાર બિરાઈ

કોરોનાની બીજી લહેરના સમયગાળામાં એપ્રીલ મહિનામાં યુનિવર્સિટી દ્વારા ડીજીટલ મોડથી કોન્વોકેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોન્વોકેશનમાં જે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવાના હતા તેમના માટે બુધવારે ઓફલાઇન મોડથી પ્રથમ વાર યુનિવર્સિટીની બહાર સર સયાજી નગર ગૃહ ખાતે સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથી તરીકે યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી અને બીટસ પીલાનીના ડાયરેકટર સુધીરકુમાર બીરાઇ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે યુનિવર્સિટીના દરેક પૂર્વ વિદ્યાર્થીઓએ દરેક ક્ષેત્રમાં નામ કર્યું છે.

આ પૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની ઓળખ બનાવીને યુનિવર્સિટીને એક બ્રાન્ડ બનાવી છે જેથી તમારી જવાબદારી વધી જાય છે. તમે સેલેબ્રીટી છો અને તે પ્રકારે સભાન પણે વર્તાવ કરવાનો છે. સમાજ માટે યોગદાન ખૂબ જરૂરી છે કરોડની વાત કરતાં પહેલા કોર વેલ્યુની વાત કરજો. પાણી કોઇ પણ રૂપમાં ઢળી જાય છે તો પાણી જેવા બનજો. આર્થિક રીતે સક્ષમ ના હોય તેવા કોઇ વિદ્યાર્થીને જીદગીમાં જયારે તક મળે ત્યારે જરૂરથી અભ્યાસ કરાવજો પણ તેને ગુપ્ત દાન તરીકે કરવાના શપથ પણ તેમણે લેવડાવ્યા હતા.

ચાન્સેલરના હસ્તે 187 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા
યુનિવર્સિટીના પોસ્ટ કોન્વોકેશન સર સયાજીનગર ગૃહ ખાતે આયોજીત કરવામાં આવ્યો હતો. આ સમારંભમાં 187 વિદ્યાર્થીઓને 285 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. ચાન્સેલર રાજ માતા શુંભાગીની રાજે ગાયકવાડના હસ્તે એનાયત કરાયા હતા.

આમંત્રણમાંથી બાકાત સેનેટ સભ્યોમાં રોષ
સર સયાજીરાવ નગર ગૃહ ખાતે પોસ્ટ કોન્વોકેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જયાં 1 હજાર જેટલી સીટીંગ કેપેસીટી છે. સોશ્યલ ડિસ્ટન્સીંગના માધ્યમથી કાર્યક્રમનું આયોજન કરવાનું હોવાથી. તેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, સિન્ડિકેટ સભ્યો,ફેકલ્ટી ડીનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના સેનેટ સભ્યોને નિમંત્રણ આપવામાં ના આવતા સેનેટ સભ્યોમાં નારાજગી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...