અભિયાન:ગીરનાં જંગલોના નેશમાં રહેતાં 1500 બાળકોને સ્વચ્છતાના પાઠ શિખવ્યા

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના એજ્યુકેશનાલિસ્ટ દ્વારા 12 વર્ષથી ચલાવેલું અભિયાન
  • બાળકોને અભ્યાસ માટે નોટબુક-ચોપડી, પેન-પેન્સિલ સહિતની ચીજો આપી

શહેરના એજ્યુકેશનાલિસ્ટ દ્વારા ગીરનાં જંગલોમાં નેશમાં રહેતાં 1500 બાળકોને 12 વર્ષોમાં અભ્યાસ અને સ્વચ્છતાના પાઠ શિખવાડ્યા છે. એજ્યુકેશનાલિસ્ટ આલાપ ટાંકે જણાવ્યું કે, 2010માં સાસણગીર ફરવા ગયો ત્યારે રસ્તા પર છોકરા બોર વેચતા જોયા હતા. આ જોઈને મેં ગીરનાં જંગલોમાં આવેલા નેશનો સરવે કર્યો હતો. બાળકોએ સ્લેટ-પેન સિવાય નોટબુક પણ જોઈ ન હતી. હાઈજિનનો પણ અભાવ હતો. આલાપ ટાંકે 2010થી નેશમાં જઈને બાળકોને નોટબુક, ચોપડી, પેન-પેન્સિલ સહિતની વસ્તુ આપવાની શરૂઆત કરી હતી.

ચાલુ વર્ષે તેમણે છોકરાઓને ગરમ કપડાં આપ્યાં હતાં. ઉપરાંત બાળકો રોજ બ્રશ પણ કરતાં ન હતાં, તેમનું હાઈજિન લેવલ જાળવવા તેમને બ્રશ, ટૂથપેસ્ટ આપી બ્રશ કરવાની આદત પડાવી હતી.જ્યારે વાવાઝોડાથી ગીરના જંગલમાં થયેલા નુકસાનને ધ્યાને રાખી તેઓ બાળકો સાથે મળીને જંગલના વિવિધ ભાગોમાં સવા લાખ વૃક્ષો વાવી તેનું જતન કરી રહ્યા છે.

માલધારી સમાજની કુરીતિ અંગે સમજ અપાઈ
નેશમાં રહેતા માલધારી સમાજના લોકો પોતાનાં છોકરા-છોકરીઓનાં નાની વયમાં જ લગ્ન કરાવી દેતાં હોય છે. આ મામલે આલાપભાઈએ માલધારીઓને સમજાવ્યા હતા અને છોકરા અને છોકરીઓને શિક્ષણ આપવું જોઈએ તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...