કાર્યવાહી:તંત્રની બલિહારી રેડ-ઓરેન્જ ઝોન માત્ર ફાઇલોમાં જ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના સંક્રમણમાં શરૂઆતના તબક્કે વધારે લોકોમાં ચેપ ન પ્રસરે તે માટે રેડ ઝોનમાં આડશો મૂકી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકાતો હતો, પરંતુ તંત્ર દ્વારા હવે રેડ ઝોન માત્ર ફાઇલમાં જ બતાવાય છે અને ફાઇલોમાં રેડમાંથી ઓરેન્જમાં રૂપાંતર કરવાની કાર્યવાહી કરાય છે.

એક મહિનાથી રેડ ઝોન માત્ર ફાઈલ પૂરતો રહ્યો છે અને જે વિસ્તારોમાં કોરોનાના નવા કેસ મળે છે તે માત્ર નોંધણીની કાર્યવાહી થાય છે અને તેમની અવરજવર પર રોકટોક મૂકાઈ રહી નથી. હાલમાં શહેરના 1146 સોસાયટી વિસ્તારો કન્ટેન્મેન્ટ ઝોનમાં છે. પાલિકાના આરોગ્ય વિભાગે 4 તબક્કામાં રેડ ઝોનના 292 વિસ્તારો ઓરેન્જ ઝોનમાં મૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...