સૂચના:દિવાળીમાં પાણીનું લો પ્રેશર હશે ત્યાં ટેન્કરો મોકલાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણી પુરવઠાના સ્ટાફને હેડક્વાર્ટર ન છોડવા સૂચના
  • વીજ કંપની સાથે પણ સંકલનમાં રહેવા તાકીદ

દિવાળીના પર્વની રજાઓમાં પાણી વિતરણમાં સમસ્યા ઊભી ન થાય તે માટે પાણી પુરવઠા વિભાગે એક પરિપત્ર જારી કર્યો છે અને તેનો અમલ કરવા માટે તાકીદ કરી છે. દિવાળીમાં લોકોને સમયસર રાબેતા મુજબ પાણી મળી રહે, ઓછા પ્રેશરવાળા વિસ્તારમાં ટેન્કરની ફાળવણી કરાય તેમજ પાણી વિતરણની વ્યવસ્થામાં વિક્ષેપ ન ઉદભવે તે માટે તકેદારી રાખવા સૂચના અપાઈ છે. દિવાળી નિમિત્તે પાણી પુરવઠા વિભાગે એન્જિનિયરોને તથા કર્મચારીઓને પરવાનગી વિના હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના આપી છે અને પાણીનાં વિવિધ સ્રોતોમાંથી પાણી મેળવવામાં કોઈ વિક્ષેપ ન સર્જાય તેની તકેદારી રાખી સાથે એમજીવીસીએલ સાથે પણ સંકલનમાં રહેવા જણાવાયું છે.

આ સિવાય ટાંકીમાં પાણીના વપરાશની એવરેજ હોય તેમાં વધારો કરી રાબેતા મુજબનું પાણી વિતરણ કરવા તથા અધિકારીઓએ મોનિટરિંગ માટે સૂચના આપી છે. જે વિસ્તારમાં લો પ્રેશરની સમસ્યા હોય ત્યાં કોર્પોરેટરની રજૂઆત સમયે ટેન્કર મોકલવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...