દોઢ કરોડની ચિટીંગ:બેંગ્લોરના ઠગાઇ કેસમાં તાંદલજાનો શખ્સ ઝડપાયો

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દોઢ કરોડની ઠગાઇ કરનાર ઇલિયાસ અજમેરી અગાઉ અાર્મ્સ અેક્ટમાં પણ ઝડપાયો હતો

કર્ણાટકના બેંગ્લોરમાં નકલી સોનું પધરાવી દોઢ કરોડની ચિટીંગ કરવાના ગુનામાં ફરાર આરોપી વડોદરામાં હોવાની બાતમી મળતાં બેંગ્લોર પોલીસ વડોદરા આવીને ક્રાઇમ બ્રાન્ચની મદદ માંગતા ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપીને ઓપી રોડ ના રિલાયન્સ મોલ પાસેથી ઝડપી લીધો હતો. આ શખ્સને વડોદરા પોલીસે 2015માં પણ આમ્સ એક્ટના ગુનામાં પકડયો હોવાનું બહાર આવ્યું હતું.

ક્રાઇમ બ્રાન્ચના સુત્રોએ જણાવ્યું હતું કે બેંગ્લોર પોલીસમાં ં જુલાઇ માસમાં ફરિયાદ નોંધાઇ હતી કે ઇલીયાસખાન એસ અજમેરી (રહે, તૈયબા રેસીડેન્સી, તાંદલજા)એ સ્થાનિક વ્યક્તિને સોનું વેચવાની લાલચ આપી દોઢ કરોડ પડાવી લઇને નકલી સોનું પધરાવી દીધું હતું. દરમિયાન ઇલીયાસ વડોદરામાં છુપાયો હોવાની જાણ થતાં બેંગ્લોર પોલીસ વડોદરા આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચની મદદ માંગતા ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરુ કરી હતી જેમાં ઇલીયાસ અજમેરી ઓપી રોડના રિલાયંસ મોલ પાસે હોવાનું જાણવા મળતાં પોલીસે દરોડો પાડીને ઇલીયાસને ઝડપી લીધો હતો અને બેંગ્લોર પોલીસને સોંપ્યો હતો. ઇલીયાસ નકલી સોનુ પધરાવી પૈસા પડાવતો હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હોવાનું અને 2019માં રાજસ્થાનના વેપારીને2 કિલો સોનું આપવાની લાલચ આપી 55 લાખ પડાવ્યા હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...