ઇજારાનો વિવાદ:ટેન્ડરિંગમાં કોન્ટ્રાક્ટરના નોંધણી સર્ટિફિકેટમાં ચેડાં,ભીનું સંકેલાયું

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણી પુરવઠામાં માનવદિન સપ્લાય કરવાના ઇજારાનો વિવાદ
  • ચોથા પ્રયત્ન બાદ આખરે એ જ કોન્ટ્રાક્ટરને કામ અપાયું

પાણી પુરવઠા વિભાગમાં માનવ દિન સપ્લાય કરવાના કામ માટે ચાર વખત ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા અને પ્રથમ પ્રયત્નના ટેન્ડરમાં એક કોન્ટ્રાકટર દ્વારા રજિસ્ટ્રેશનમાં ચેડાં કરાયા હોવાનો ભાંડો ફરિયાદ બાદ ફૂટયો છે ત્યારે હવે કાયદાકીય પગલા લેવાના બદલે દંડ લેવાનો રસ્તો કાઢવામાં આવ્યો છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા અગાઉ માનવદિન સપ્લાયનું3.45 કરોડનું ટેન્ડર બહાર પડાયું હતું.

જેમાં કોન્ટ્રાક્ટર વાઈટલ ફેસેલિટીના સંચાલક દ્વારા રજિસ્ટ્રેશન કરેલા સર્ટિફિકેટમાં ચેડા કર્યા હોવાની વિગતો બહાર આવી છે. ટેન્ડર પ્રક્રિયામાં વાઈટલ ફેસીલીટી દ્વારા ઇ - 1 કેટેગરીમાં કરાવ્યું હતું આ કોન્ટ્રાક્ટરે પાણી પુરવઠાના માનવદિનના કામમાં એ સર્ટિફિકેટમાં ચેડા કર્યા અને ઇ-1 ના બદલે ઇ-2 નું રજિસ્ટ્રેશન કર્યાનું સર્ટીફીકેટ બનાવી દીધું હતું. ચકાસણીમાં રજિસ્ટ્રેશનના સર્ટીફીકેટમાં કરેલા ચેડાની બાબત ધ્યાનમાં આવી હતી. જેથી પુરવઠા વિભાગના અધિકારીએ વાઈટલ ફેસીલીટીનું ટેન્ડર નહીં ખોલવાનો નિર્ણય લીધો હતો અને પોલીસ ફરિયાદ કરવાનું પણ નક્કી કર્યું હતું.

જો કે પાલિકાના કેટલાક હોદ્દેદારોએ આ બાબત ઉપર પડદો પાડી દેવાની પેરવી કરી હતી અને ફરીથી ટેન્ડરો મંગાવ્યા હતા. ચોથા પ્રયત્ને આવેલા ટેન્ડરને મંજૂરી આપવામાં આવી હતી અને તે જ કોન્ટ્રાક્ટરનું ટેન્ડર માન્યતા રહ્યું હતું.આ મામલે મેયર કેયુર રોકડિયાઅે જણાવ્યું હતું કે આ મામલે ફરિયાદ આવતા તપાસ કરાવી હતી અને તેમાં પ્રથમ પ્રયત્ને આવેલા ટેન્ડરમાં આ ક્ષતિ હતી તેવી માહિતી મળતાં દાખલો બેસે તે માટે દંડ લેવા સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...