તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠગાઇ કેસ:તલોદની એચડીએફસી બેંક સાથે રૂ. 1.31 કરોડની છેતરપીંડી કરનાર યુવકે ભાયલીમાં ઝેરી દવા પીધી

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જયપાલસિંહ ઝાલા સામે સાબરકાંઠાના તલોદમાં 18 માર્ચે ઠગાઇની ફરિયાદ નોંધાઇ હતી

ભાયલી વૃષભ સટીક એપાર્ટમેન્ટના ફ્લેટમાં તલોદના 28 વર્ષીય યુવકે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે આ યુવક સામે ગત 18 માર્ચે તલોદ પોલીસ સ્ટેશનમાં એચડીએફસી બેંક સાથે 1.31 કરોડની ઠગાઇ મામલે ગુનો નોંધાયો હતો. સાબરકાંઠાના તલોદના બોરીયા ગામમાં રહેતા 28 વર્ષીય જયપાલસિંહ ગંભીરસિંહ ઝાલા નામનો યુવક 28તારીખે વડોદરા આવી ભાયલીમાં મિત્રના મિત્રના વૃષભ સટીક એપાર્ટમેન્ટના ફ્લેટમાં રહસ્યમય સંજોગોમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી.

જયપાલસિંહ સામે ગત તલોદ પોલીસમાં એચડીએફસી બેંક સાથે 1.31 કરોડની ઠગાઇ મામલે ગુનો નોંધાયો હતો તે એચડીએફસી બેંકમાં સેલ્સ વિભાગમાં જ નોકરી કરતાં તેણે ગ્રાહકોની ખોટી સહિ કરી 1.31 કરોડની ઠગાઇ કરી હતી. ગુનો નોંધાતા છેલ્લા 1 માસથી તે ફરાર હતો અને ત્યારબાદ તે 28 તારીખે વડોદરા આવી ફ્લેટમાં રોકાયો હતો જયાં તેણે ઝેરી દવા પીધી હતી.પરિવારમાં પત્ની ,7 માસનીબાળકી, માતા પિતા છે.

પોલીસથી બચવા તે વડોદરા આવ્યો હતો
પોલીસથી બચવા જયપાલ એક મિત્રની ઓળખાણથી મિત્રના મિત્રના ભાયલીના ફ્લેટમાં રોકાયો હતો. તેણે બનેવીને તે વડોદરા હોવાનું જણાવ્યું હતું. જો કે ત્યારબાદ તેનો ફોન બંધ જણાતા બનેવીએ વડોદરામાં ઓળખીતાને જાણ કરી જયપાલસિંહ જયાં રોકાયો હતો ત્યાં મોકલ્યા હતા. મકાનનો દરવાજો અંદરથી બંધ હોવાથી પાડોશીના મકાનમાંથી સીડી મારફતે ફ્લેટમાંજઇને જોતાં જયપાલસિંહ મૃત હાલતમાં મળ્યો હતો.

ગ્રાહકોના ચેક પર બોગસ સહિ કરી પૈસા ઉપાડયા
જયપાલસિંહ સામે તલોદ પોલીસમાં એચડીએફસી બેંકના રીટેલ હેડ હિરેન પટેલે 18 માર્ચે ફરિયાદ નોંધાવી હતી કે જયપાલે તેની બેંકની ફરજના ગાળામાં વિવિધ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના સેવિંગ ખાતામાંથી ચેરમેન- સેક્રેટરીના નામની દુધ મંડળીઓના ચેકોમાં ખોટી સહિઓ કરી હતી. કેટલાક ચેકમાં બોગસ સિક્કા પણ બનાવી સિક્કા લગાવી ખાતામાંથી તેણે રૂા.1,31,85000 અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો