જન જાગરણ અભિયાન:150 બેઠકની વાતો કરનારા 2017માં 100એ નહોતા પહોંચ્યા: ડો.રઘુ શર્મા

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં કોંગ્રેસના દિગ્ગજોનો જમાવડો

150 બેઠકોની વાતો તો 2017માં પણ કરતાં હતાં પૂરો 100 નો આંકડો પણ વટાવી શકયા ન હતા તેમ કોંગ્રેસ પ્રભારી ડૉ. રઘુ શર્માએ વડોદરામાં જણાવ્યું હતું. મોંઘવારી, બેરોજગારી સહિતના મુદા અને સરકારની નિષ્ફળતાને ઉજાગર હેતુ કોંગ્રેસ પક્ષ દ્વારા શરૂ કરવામાં આવેલા ‘‘જન જાગરણ અભિયાન’’ ના ભાગરૂપે શહેરમાં કોંગ્રેસના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા.

હરણીના વિનુ જીવા પટેલ ફાર્મ પર યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે રાજયમાં અનેક કૌંભાડોની હારમાળા સર્જાય છે. એમ.એસ.યુનિ.-સૌરાષ્ટ્ર યુનિ.માં ભરતી કૌંભાડ બહાર આવ્યું છે. ભરતસિંહ સોલંકીઅે જણાવ્યું હતું કે પોલીસ અને મહેસુલ ખાતામાં સૌથી વધારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.

ખુદ ભાજપ વાળા જ સ્વીકારે છે કે 25 વર્ષ પહેલા આટલો ભ્રષ્ટાચાર ના હતો. સિધ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે મોંધવારીએ માઝા મૂકી છે ત્યારે દેશને આડા પાટે ચઢાવવા મહાત્મા ગાંધીની વાતો કરાય છે પરંતુ તેમની વિરુધ્ધ અસભ્ય ટીપ્પણી કરનારા કંગના રણાૈત સામે ફરિયાદ કેમ નથી કરવામાં આવી રહી. ઇતિહાસમાંથી મહાત્મા ગાંધી અને જવાહર નહેરુનું નામ ભૂંસવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...