રજૂઆત:ઉંડેરા તળાવમાં કેમિકલ છોડતા ઉદ્યોગો સામે કડક પગલાં ભરો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માછલીઓના મોત થતાં કોર્પોરેટર શ્રીરંગ અાયરેની રજૂઆત

ઉંડેરા વિસ્તારના તળાવમાં રવિવારે સંખ્યાબંધ માછલાઓના મોતના પગલે ગોત્રી-સુભાનપુરાના કોર્પોરેટર શ્રીરંગ આયરે દ્વારા પાલિકા અને જીપીસીબી સમક્ષ ઉદ્યોગો સામે પગલા લેવાની માગણી કરાઇ હતી. અગાઉ પણ આ અંગે રજૂઆતો કરવા છતાં કોઇ પગલાં ભરાયા નથી.

ઉંડેરા તળાવમાં આ માછલીઓના મોત આસપાસના કેમિકલવાળા પાણીથી થયા હોવાનો સ્થાનિક રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ તળાવનો ઇજારો રાખનાર વ્યક્તિને પણ મોટુ આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. ઉંડેરા વિસ્તારમાં ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી અવારનવાર આ તળાવમાં આવી જાય છે.

કાઉન્સીલર શ્રીરંગ આયરેએ જણાવ્યું હતું કે જુલાઇ માસમાં પણ આ પ્રકારની ઘટના પછી ફરીયાદ કરાઇ હતી. જોકે જીપીસીબી દ્વારા કોઇ પણ સંતોષકારક પગલાં ભરાયા ના હતો. ઉંડેરા સીવાય લક્ષ્મીપુરા તથા ગોત્રી તળાવમાં પણ આ જ સ્થિતી છે.આ વિશે જીપીસીબીના અધિકારી આરબી ત્રિવેદીએ જણાવ્યું કે, ઉંંડેરા તળાવની રજૂઆત અગાઉ મળી હતી. આ વિશેની તપાસ હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...