તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:લવ જેહાદની વકરી રહેલી ઘટનામાં કડક કાર્યવાહી કરો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરમાં લવજેહાદની વકરેલી ઘટનાઓના વિરોધમાં હિન્દુ જાગરણ મંચ દ્વારા વિરોધ પ્રગટ કરાયો હતો. - Divya Bhaskar
શહેરમાં લવજેહાદની વકરેલી ઘટનાઓના વિરોધમાં હિન્દુ જાગરણ મંચ દ્વારા વિરોધ પ્રગટ કરાયો હતો.
  • સરકારી કાયદો કડક છે પણ તંત્રમાં અસમજણ : હિન્દુ જાગરણ મંચ

શહેરમાં વીતેલા 6 માસમાં લવ જેહાદની 5 ઘટના અને તે પૈકી 4 ઘટના તો માત્ર એક સપ્તાહમાં બની હોવાથી જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરી યોગ્ય કલમ લગાડવામાં આવે તેવી માંગ સાથે શહેરના હિન્દુ જાગરણ મંચે સોમવારે પોલીસ કમિશનરને આવેદનપત્ર સોંપ્યું હતું.

હિન્દુ જાગરણ મંચના અગ્રણી નિરજ જૈન, પ્રમુખ અશોક મશરુ તથા મહામંત્રી રમેશ પટેલ સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો સોમવારે સાંજે પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા અને પોલીસ કમિશનર કચેરીની બહાર સોશિયલ ડિસ્ટન્સમાં ઊભા રહીને વિરોધ પ્રગટ કર્યો હતો.

હિન્દુ જાગરણ મંચે આપેલા આવેદનપત્રમાં જણાવાયુ હતું કે, લવ જેહાદની ઘટનાઓમાં કડક કાર્યવાહી કરવા માટે સરકારે કડક કાયદો બનાવ્યો છે પણ કેટલાક સ્થાપીત હિતો અને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નોંધણી કરનાર અધિકારીઓ અને પોલીસની આ બાબતે અસમજણ જોવા મળી રહી છે. બહારના લોકો દ્વારા જ આ પ્રકારની ઘટનાઓ બની છે.

અન્ય સમાચારો પણ છે...