રજૂઆત:બિલ્ડર સામે લેન્ડગ્રેબિંગની કાર્યવાહી કરી 13 કરોડની વસૂલાત કરો : કોંગ્રેસ

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાયલીની પાલિકાની જમીન પર ગેરકાયદે દબાણ બદલ બિલ્ડર સામે લેન્ડગ્રેબિંગની કાર્યવાહી કરીને રૂા.13 કરોડ વસૂલવાની માગ કોંગ્રેસે કરી હતી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભાયલીના રહેણાક વિસ્તારમાં કોર્પોરેશનની માલિકીની જમીન ભાયલી ટી.પી.4 ફાઇનલ પ્લોટ 23 ઉપર ગેરકાયદેસર દબાણ કરી બિન પરવાનગી આરએમસી પ્લાન્ટ ઊભો કરનાર એવરેસ્ટ ટ્રાઇનીટીના માલિકો બિલ્ડર પાસેથી પ્લોટનો કબજો લઇ બિલ્ડરો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધવા કોંગ્રેસે માગણી કરી હતી.

ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલ પાસેનો રોડ બનાવવા અને પાલિકા દ્વારા વિસ્તારના લોકોની હાજરીમાં પ્લોટની મશીનરી જપ્ત કરવાની માગ પણ કરવામાં આવી હતી. શહેર કોંગ્રેસના પ્રમુખે સ્કૂલ ખાતે પહોંચી વાલીઓ સાથે રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...