માંગણી:ભાજપના ઇશારે ચાલતા અધિકારીઓ સામે કાર્યવાહી કરો; વિપક્ષના નેતા

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રીની મિટિંગ અને વૃક્ષારોપણમાં વિપક્ષની બાદબાકી
  • મ્યુ. કમિશનર અને અધિકારીઓ ભાજપના કાર્યકર હોવાનો આક્ષેપ

શહેરમાં આવેલા મુખ્યમંત્રીએ બોલાવેલી મિટિંગમાં વિપક્ષને સ્થાન નહીં આપી તેમજ વૃક્ષારોપણના કાર્યક્રમમાં પણ અવગણના થતી હોવાના આક્ષેપ વિપક્ષના નેતા અમી રાવતે કર્યા છે. તેઓએ મ્યુ.કમિશનર અને અધિકારીઓને ભાજપના કાર્યકર્તા ગણાવી ભાજપના ઇશારે ચાલતા અધિકારીઓ સામે પગલાં લેવા માંગ કરી છે.

પાલિકામાં વિપક્ષના નેતા અમી રાવતે મ્યુનિસિપલ કમિશનરને ભાજપના કર્મઠ કાર્યકર્તા ગણાવ્યા છે. તેઓએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જણાવ્યું છે કે મુખ્યમંત્રીના વડોદરા પ્રવાસે બોલાવેલી મિટિંગમાં ભાજપના કાઉન્સીલરો, સંગઠનના હોદ્દેદારો, પ્રદેશ ભાજપના હોદ્દેદારો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં માત્ર કોંગ્રેસના કાઉન્સિલરોને જ બોલવામાં આવ્યા ન હતા. તદુપરાંત ભાજપના શહેર અધ્યક્ષે શિક્ષણ સમિતિની રિવ્યુ બેઠક બોલાવી હતી જે ગેરબંધારણીય અને કાયદા વિરુદ્ધની હતી.

પાર્ટીના પ્રમુખ તરીકે કોઈ સરકારી રિવ્યુ મિટિંગ બોલાવી શકે નહીં. તદુપરાંત પર્યાવરણ દિવસે હરણી ખાતેના રાશિ વનમાં તેમજ અન્ય 10 સ્થળોએ વૃક્ષારોપણના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. જેમાં વિપક્ષને જાણ કરવામાં આવી નહતી. વિપક્ષી નેતા અને કોંગ્રેસના કાઉન્સિલરોને આ બાબતની સૂચના ન મળે તે ગંભીર છે. આમ, અધિકારીઓ ભાજપના સક્રિય કાર્યકર્તા તરીકે વર્તે છે. ત્યારે અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...