તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી પાણીનો સદુપયોગ:વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 119 શાળાઓના 66 બિલ્ડીંગમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ, 1.50 કરોડ લિટર પાણીનો જમીનમાં સંગ્રહ થશે

વડોદરા8 દિવસ પહેલા
આગામી ચોમાસાની ઋતુમાં તમામ 119 શાળાઓનું વહી જતું પાણી જમીનમાં ઉતરશે.
  • પાણીનું જળસ્તર ઉંચુ લાવવા માટે પ્રયાસ

દેશમાં પ્રથમ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ 119 શાળાઓની 66 બિલ્ડીંગોમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ વોટર હાર્વેસ્ટીંગ સિસ્મટથી ચોમાસામાં 1.50 કરોડ લિટર પાણીનો જમીનમાં સંગ્રહ કરી શકાશે. આ પ્રોજેક્ટ પાછળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતી દ્વારા રૂપિયા 80 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

ચોમાસામાં ગટરો, નદીઓમાં વહી જતા પાણીને અટકાવાશે
વિકાસની આંધળી દોટમાં વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. પરિણામે વૃક્ષો દ્વારા જમીનમાં ઉતરતું પાણી બંધ થઇ જતાં, પાણીના જળસ્તર નીચે ઉતરી ગયા છે. જે વિસ્તારોમાં પહેલાં 40-50 ફૂટનો બોર કરતા પાણી આવી જતાં ત્યાં હવે 150-200 ફૂટ સુધી બોર કરવા છતાં પાણી મળી રહ્યા નથી. પાણીના જળસ્તર નીચે ઉતરી જતાં આવનારા દિવસોમાં પાણીની મોટી સમસ્યા સર્જાવાની છે. ત્યારે ચોમાસામાં ગટરો, નદીઓમાં વહી જતું પાણી જમીનમાં ઉતરે અને પાણીનું જળસ્તર ઉંચુ આવે તેવા પ્રયાસો શરૂ થઇ ગયા છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ 119 શાળાઓની 66 બિલ્ડીંગોમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ લગાવવામાં આવી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ 119 શાળાઓની 66 બિલ્ડીંગોમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ લગાવવામાં આવી

રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવાનું કામ પૂર્ણ
વડોદરા જિલ્લાની તમામ સરકારી શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ લગાવ્યા બાદ હવે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવાનું કામ પૂરું કરી દેવામાં આવ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની તમામ શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગની કામગીરી પૂર્ણ થઇ જતાં હવે આગામી ચોમાસાની ઋતુમાં આ તમામ શાળાઓનું વહી જતું પાણી જમીનમાં ઉતરશે. પરિણામે શાળાઓની આસપાસના નીચે ઉતરી ગયેલા જળસ્તર ઉંચા આવશે.

શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવાનું કામ પૂરું કરી દેવામાં આવ્યું છે.
શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવાનું કામ પૂરું કરી દેવામાં આવ્યું છે.

119 સ્કૂલોમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ લગાવી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના શાસનાધિકારી ધર્મેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વડોદરામાં વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 66 બિલ્ડીંગોમાં 119 સ્કૂલો આવેલી છે. જે તમામ સ્કૂલ બિલ્ડીંગોમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ લગાવી દેવાનું કામ બે માસમાં પૂરું કરી દેવામાં આવ્યું છે. આગામી ચોમાસાની ઋતુમાં આ તમામ શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમથી 1.50 કરોડ લિટર પાણીનો સંગ્રહ થશે. જે આવનારા દિવસો માટે શાળા તથા આસપાસના વિસ્તારોની જમીનો માટે આશિર્વાદરૂપ પુરવાર થશે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ 66 બિલ્ડિંગમાં 80 લાખના ખર્ચે સમગ્ર સિસ્ટમ ઊભી કરી છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ 66 બિલ્ડિંગમાં 80 લાખના ખર્ચે સમગ્ર સિસ્ટમ ઊભી કરી છે.

એક સ્કૂલમાં હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવવા 1.20 લાખનો ખર્ચ
તેમણે જણાવ્યું કે, એક સ્કૂલમાં હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવવા પાછળ 1.20 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેનાથી એક સ્કૂલમાં 2.10 લાખ લીટર પાણી જમીનમાં સંગ્રહ કરી શકાશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ 66 બિલ્ડિંગમાં 80 લાખના ખર્ચે સમગ્ર સિસ્ટમ ઊભી કરી છે. જેનાથી ચોમાસામાં 1.50 કરોડ લિટર પાણીનો જમીનમાં સંગ્રહ કરી શકાશે. વડોદરા પાલિકાના કમિશનર પી. સ્વરૂપના માર્ગદર્શન હેઠળ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી દ્વારા સમગ્ર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના કારણે સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને તેનો અભ્યાસ પણ કરાવવામાં આવશે. જે અભ્યાસ વિદ્યાર્થીઓ માટે ભવિષ્યમાં ઉપયોગી બનશે.