વકીલનો હાલત કફોડી:વડોદરામાં છેલ્લા 10 મહિનાથી બંધ ફિઝિકલ કોર્ટ શરૂ કરવાની માંગ સાથે વકીલોના પ્રતિક ઉપવાસ, પહેલી ફેબ્રુઆરીથી સવિનય કાનૂનભંગની ચીમકી ઉચ્ચારી

વડોદરાએક વર્ષ પહેલા
વડોદરા વકીલ મંડળ દ્વારા કોર્ટ સંકુલની બહાર પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે - Divya Bhaskar
વડોદરા વકીલ મંડળ દ્વારા કોર્ટ સંકુલની બહાર પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે
  • 30 જાન્યુઆરી સુધીમાં ફિઝિકલી કોર્ટ શરૂ કરવા માટેની મંજૂરી આપવા વકીલોની માંગ

કોરોનાના કારણે છેલ્લા 10 માસથી બંધ કોર્ટ શરૂ કરવાની માંગ સાથે વકીલ મંડળ દ્વારા કોર્ટ સંકુલની બહાર પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. 30 જાન્યુઆરી સુધીમાં ફિઝિકલ કોર્ટો શરૂ કરવામાં નહીં આવે તો તા. પહેલી ફેબ્રુઆરીથી વકીલો દ્વારા સવિનય કાનૂનભંગ કરીને ફિઝિકલી કોર્ટ કાર્યવાહી શરૂ કરી દેશે, તેવી ચીમકી વકીલ મંડળ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

વહેલી તકે કોર્ટ કાર્યવાહી શરૂ કરવાની વકીલોની માંગણી
વકીલ મંડળના પ્રમુખ હસમુખભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, માર્ચ માસથી શરૂ થયેલી કોરોનાના કારણે કોર્ટો બંધ કરી દેવામાં આવી હતી. છેલ્લા 10 માસથી કોર્ટો બંધ હોવાના કારણે વકીલોની હાલત કફોડી બની ગઈ છે, ત્યારે વહેલી તકે કોર્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવે એવી અમારી માંગણી અને લાગણી છે. વડોદરામાં કોરોના નિયંત્રણ હેઠળ આવી ગયો છે. એક પછી એક તમામ ક્ષેત્રો શરૂ થઈ રહ્યા છે. વેકસીન પણ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે કોર્ટમાં ફિઝિકલી કામગીરી કરવા માટેની મંજૂરી આપવા માટે અમારી માંગ છે.

વકીલોના પ્રતિક ઉપવાસને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો
વકીલોના પ્રતિક ઉપવાસને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો

પહેલી ફેબ્રુઆરીથી સવિનય કાનૂનભંગની ચીમકી ઉચ્ચારી
આજે કોર્ટ સંકુલની બહાર ગેટ પર પ્રતીક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. પ્રતીક ઉપવાસમાં વકીલો જોડાઇ રહ્યા છે. છેલ્લા 10 માસથી કોર્ટ બંધ થવાને કારણે વકીલોની હાલત કફોડી બની ગઈ છે. 30 જાન્યુઆરી સુધીમાં ફિઝિકલી કોર્ટ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં નહીં આવે તો પહેલી ફેબ્રુઆરીથી વકીલો સવિનય કાનૂન ભંગ કરીને તમામ વકીલો ફિઝિકલી કોર્ટ કાર્યવાહી શરૂ કરી દેશે, તેવી ચીમકી વકીલ મંડળ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

વડોદરા કોર્ટ છેલ્લા 10 મહિનાથી બંધ છે, જેને લઇને વકીલોની હાલત કફોડી બની ગઇ છે
વડોદરા કોર્ટ છેલ્લા 10 મહિનાથી બંધ છે, જેને લઇને વકીલોની હાલત કફોડી બની ગઇ છે

પ્રતિક ઉપવાસમાં મોટી સંખ્યામાં વકીલો જોડાયા
આજે કોર્ટ સંકુલની બહાર ગેટ પાસે મોટી સંખ્યામાં વકીલો પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા. પ્રતિક ઉપવાસ દરમિયાન અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વકીલો દ્વારા ફિઝિકલી કોર્ટ શરૂ કરવાની માંગ કરી દેખાવો અને સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...